જામનગર: પંચકોષી બી ડિવીઝન પોલીસ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમો રૂ.૪.૬૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
જામનગર જિલ્લાના પંચકોષી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમોને રોકડા રૂ.૧,૯૧,૦૦૦/- તથા મોબાઇલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ રૂ.૪,૬૧,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી રાજકોટ રેન્જ ટીમ
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં પ્રોહિબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તીઓ બાબતે સખ્ત કાર્યવાહી કરવા અને આવી પ્રવૃત્તીઓ સદંતર ડામી દેવા અને ગેરકાયદેસર પ્રવૃત્તીઓ લગત કેસો શોધી કાઢી તેઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પો.સ.ઇ. પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા આવા ઇસમોને શોધી કાઢવા માટે હ્યુમનસોર્સથી જરૂરી માહિતી મેળવી તેનુ ટેકનીકલ એનાલીસીસ તથા વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન મળેલ હકિકત આધારે પો.સ.ઇ.એ.વાય.ઉધાસ તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, વનરાજભાઇ મકવાણા, મીતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારી, વિપુલભાઇ મોરી, નવલદાન ગઢવી, પરેશભાઇ સાંજવા તથા ડ્રા. ધર્મેન્દ્રસિહ જાડેજા નાઓએ જામનગર જિલ્લાના પંચકોષી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના નાધુના ગામ અંધારાવાળા છોલાના પુલની નીચે જાહેરમાં તીનપતિનો નશીબ આધારીત જુગાર રમતા કુલ ૭ ઇસમોને રોકડ રૂ.૧,૯૧,૦૦૦/- તથા મોબાઇલ ફોન ૭, મોટરસાયકલ ૪ મળી કુલ રૂ.૪,૬૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને હાજર મળી આવેલ (૧) હસમુખભાઇ સન/ઓફ હેમંતભાઇ હીરજીભાઇ અકબરી રહે. ગામ નાધુના તા. જી.જામનગર (૨) ગોતમભાઇ સન/ઓફ મનસુખભાઇ લાખાભાઇ વેકરીયા રહે. જયોતીપાર્ક શેરીન-૦૨ જામનગર (૩) ભાવેશ સન/ઓફ ચનાભાઇ માવજીભાઇ પ્રાગડા રહે. ગામ ઠેબા તા.જી. જામનગર (૪) જલક સન/ઓફ નંદલાલ ગોકળભાઇ મોરડ રહે.પુષ્કરધામ લાલપુર બાયપાસની બાજુમા જામનગર (૫) જસ્મીનભાઇ સન/ઓફ અમૃતભાઇ ચનાભાઇ સોરઠીયા રહે.રધુવીરપાર્ક લાલપુર ચોકડી જામનગર (૬) રાજેશ સન/ઓફ અરજણભાઇ કમાભાઇ અકબરી રહે. ગામ નાધુના તા.જી. જામનગર (૭) ચીરાગ સન/ઓફ કેશુભાઇ ગોકુળભાઇ વાડોદરીયા રહે. અશોકવાટીકા કર્તીપાન પાસે જામનગર નાઓને ધોરણસર અટક કરી તમામ આરોપીઓ વિરુધ્ધ જામનગર જિલ્લાના પંચકોષી બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.