BREAKING NEWS

જામનગર પંથકમાં જાગરણનો જુગાર : ૧ કિન્નર, મહિલાઓ સહિત ૧૭ની અટકાયત

  • August 01, 2026 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પંથકમાં જાગરણનો જુગાર : ૧ કિન્નર, મહિલાઓ સહિત ૧૭ની અટકાયત

કાલાવડ, દરેડ અને ધરારનગરમાં પોલીસના દરોડા : રોકડ અને ગંજીપતા કબ્જે

જામનગરમાં ગઇકાલે જાગરણ નિમિતે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલીંગ, ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી દરમ્યાનમાં બાતમીના આધારે અલગ અલગ ચાર સ્થળે જુગાર અંગે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં એક કિન્નર, ૪ મહિલા સહિત કુલ ૧૭ની અટકાયત કરવામાં આવી હતી, રોકડ અને સાહિત્ય જપ્ત કરાયુ હતું, કાલાવડના હેલીપેડ સોસાયટી, દરેડ વિસ્તાર અને ધરારનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

કાલાવડના હેલીપેડ સોસાયટી વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા સોસાયટીમાં રહેતા ભાવેશ દેશુર રાઠોડ, અનિલ બધા સોલંકી, નિર્મલ વાલજી સોલંકી, પ્રભુજી પીપળીયા ગામના વિમલ પ્રવિણ સોલંકીને રોકડા ૪૭૧૦ અને ગંજીપતા સાથે પકડી લેવામાં આવ્યા હતા.

બીજા દરોડામાં દરેડ જીઆઇડીસી શિવમ પાર્ક શેરી નં. ૪માં ગંજીપતા વડે જુગાર રમતા મુળ યુપીના મથુરાના હાલ દરેડ મસીતીયા રોડ પર રહેતા મુખ્તયાઝ માસુકઅલી, મોહસીન સાકીર અનસારી, જાકીર બાદુલીહુશેન નામના શખ્સોને રોકડા ૧૧૨૦૦ અને ગંજીપતા વડે દબોચી લીધા હતા.

ત્રીજા દરોડામાં દરેડ ગામ પેટ્રોલપંપ પાછળના વિસ્તારમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા દરેડ મસીતીયા રોડ પર રહેતા મુળ યુપીના સાકીર સમીર શાહ, અરૂણકુમાર નરેન્દ્રકુમાર લોધે અને રાજકુમાર ઉર્ફે ભોલા વીરપાલસિંઘ લોધેને રોકડા ૩૪૫૦ અને ગંજીફા સાથે ઝડપી લીધા હતા.

આ ઉપરાંત જામનગરના ધરારનગર વિસ્તારમાં ગંજીપતા વડે જુગાર રમતા સોનલનગરના માનસંગ ધીરુભા કંચવા, હિતેશ ભીખુ નાગસ, કચ્છ-અંજારના ભારતીદે મીનાદે કીન્નર, નાઘેડીના માનકુંવરબા વિક્રમસિંહ જાડેજા, ધરારનગરના ભારતીબેન ભીખુભાઇ નાગસ, ચંદ્રાબા નાનભા જેઠવા, સોનલનગરના કિરણબા માનસંગ કંચવાની અટકાયત કરી રોકડા ૧૧૨૦૦ અને ગંજીપતા કબ્જે કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application