BREAKING NEWS

ખંભાળિયા, દ્વારકા તાલુકામાં સાત સ્થળોએ જુગાર દરોડા

  • August 03, 2026 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા, દ્વારકા તાલુકામાં સાત સ્થળોએ જુગાર દરોડા

૧૭ જુગારીઓ ઝડપાયા : રોકડ સહિતનો મુદામાલ કબ્જે

ખંભાળિયામાં રાવલ પાડો વિસ્તારમાંથી પોલીસે મધ્ય રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સુનિલ જેન્તીભાઈ સોઢા, અમિત જેન્તીભાઈ સોઢા અને રોહિત જેન્તીભાઈ સોઢાને રૂ. ૬,૧૫૦ ના મુદ્દામાલ સાથે જ્યારે અહીંના કંચનપુર ગામેથી રૂખડ પ્રેમજી ડાભી અને સંજય તેરશીભાઈ બારીયાને ગંજીપાના વડે જુગાર રમતા રૂ. ૮૧૦ ની રકમ સાથે ઝડપી લીધા હતા. ખંભાળિયાના ધીરજ ઉર્ફે ગબ્બર નાનજીભાઈ પાંઉને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા તેમજ અહીંના સંજયનગર વિસ્તારમાંથી મુકેશ લાખા ગામી અને રાણા પાલા માતંગને એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા છે.

મીઠાપુર પોલીસે સુરજકરાડી વિસ્તારમાં એક મંદિરની બાજુમાં બેસીને તીનપત્તી નામનો જુગાર રમતા સલીમ ઈશાક ચંગડા, દિલીપ પેથા ચાનપા, એલિયાસ મામદ સીદી, સુંદરબેન રાજેશ બઠીયા, નસીમબેન ભરતભાઈ પાબારી નામના પાંચ વ્યક્તિઓને રૂ. ૧૨,૫૦૦ ની રોકડ રકમ મોબાઈલ તથા મોટરસાયકલ મળી, કુલ રૂ. ૪૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. દ્વારકા પોલીસે રૂપેણ બંદર વિસ્તારમાંથી નવસાદ કાબિલ ઇસબાણી અને મહેશ મધુભાઈ ચુડાસમાને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. અન્ય એક કાર્યવાહીમાં દ્વારકાના ગોપાલ ગરેડા પાસેથી સાહિલ કારા સનીયારા અને વાલજી ઉર્ફે અર્જુન કારા સનીયારાને પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application