BREAKING NEWS

જામનગર:રિલાયન્સ દ્વારા 6,000થી વધુ કન્યાઓને નવરાત્રી નિમિત્તે લહાણી અર્પણ કરી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન

  • October 17, 2026 03:54 PM 

જામનગર:રિલાયન્સ દ્વારા 6,000થી વધુ કન્યાઓને નવરાત્રી નિમિત્તે લહાણી અર્પણ કરી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન

ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ 35 ગામોના 95 ગરબી મંડળોમાં રિલાયન્સનો સાંસ્કૃતિક સંવર્ધન સાથે સામુદાયિક ઉત્તરદાયીત્વનો સરાહનીય પ્રયાસ 

ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રી એ શક્તિની આરાધના, આસ્થા, શ્રદ્ધા અને પરંપરાનું પર્વ છે. આ પવિત્ર પર્વ દરમિયાન ગરબાના માધ્યમથી મા જગદંબાની આરાધના કરતી દીકરીઓ આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની સાચી સંવાહક છે. આ પરંપરાને સન્માનિત કરવા અને નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બને તેવા ઉમદા આશય સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ રિફાઇનરીની આસપાસનાં 35 ગામોના 95 જેટલા ગરબી મંડળીમાં ગરબે ઘૂમતી કન્યાઓને નવરાત્રી નિમિત્તે  6,000થી વધુ લહાણી અર્પણ કરવામાં આવી હતી.

નવરાત્રીમાં ગરબા થકી દીકરીઓ માત્ર ધાર્મિક આસ્થા જ વ્યક્ત કરતી નથી, પરંતુ પેઢી દર પેઢી ચાલી આવતી ભારતીય સંસ્કૃતિ, લોકપરંપરા અને સામૂહિક એકતાના મૂલ્યોને પણ જીવંત રાખે છે. આ દીકરીઓની ભક્તિ, શ્રદ્ધા અને સાંસ્કૃતિક જોડાણને બિરદાવવાના ભાવ સાથે રિલાયન્સ પરિવાર દ્વારા છેલ્લા 30 વર્ષથી અવિરતપણે લહાણી અર્પણ કરીને પરંપરા અકબંધ રાખવાના પ્રયાસને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.

ભારતીય પરંપરામાં લહાણી માત્ર ભેટ કે ભેટસોગાદ નથી, પરંતુ સ્નેહ, આશીર્વાદ, સન્માન અને લાગણીની અભિવ્યક્તિ છે. ખાસ કરીને નવરાત્રીના પાવન અવસરે કન્યાઓને લહાણી અર્પણ કરવી એ શક્તિ સ્વરૂપા દીકરીઓ પ્રત્યેના આદર અને સ્નેહનું પ્રતીક છે. આ પહેલ દ્વારા દીકરીઓમાં પોતાની સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તેમજ આવનારી પેઢીઓ સુધી આ અમૂલ્ય વારસો જળવાઈ રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. રિલાયન્સ દ્વારા કરવામાં આવતી આ પહેલ માત્ર એક ઉત્સવની ઉજવણી પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગ્રામ્ય સમાજ સાથેના આત્મીય સંબંધો મજબૂત કરવાની અને સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધનની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
​​​​​​​દીકરીઓની આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને સન્માન આપતી આ સેવાભાવી અને સંસ્કૃતિપ્રેમી પહેલને ગામના આગેવાનોએ હૃદયપૂર્વક આવકારી હતી. તેમણે આ ઉમદા કાર્ય બદલ ધનરાજ નથવાણીને વિશેષ અભિનંદન પાઠવી રિલાયન્સ પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ગામની બહેનો અને દીકરીઓમાં પણ આ પહેલને લઈને અપાર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. બહેનોએ રિલાયન્સ અને નથવાણીનો હૃદયપૂર્વકના આશીર્વાદ આપતાં તેમના સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને ઉત્તરોત્તર પ્રગતિ માટે મા જગદંબાને પ્રાર્થના કરી હતી. વાસ્તવમાં, આ પ્રસંગ માત્ર લહાણી વિતરણ પૂરતો સીમિત ન રહેતાં, રિલાયન્સ પરિવાર અને ગ્રામજનો વચ્ચેના આત્મીય સંબંધો, પરસ્પર સન્માન અને લાગણીના બંધનને વધુ મજબૂત બનાવતો એક યાદગાર અવસર બની રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application