BREAKING NEWS

જામનગર શહેરમાં ચોથા માળની બાલ્કનીમાંથી પટકાતા યુવતીનું મોત

  • August 05, 2026 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં ચોથા માળની બાલ્કનીમાંથી પટકાતા યુવતીનું મોત

પરિવારજનોમાં શોકનુ મોજુ : પોલીસ દ્વારા કરાતી તપાસ

જામનગરના પટેલ કોલોનીમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી એક પરણીત યુવતિ ચોથા માળની બાલ્કનીમાંથી નીચે પડી જતા સારવારમાં લઇ જવામાં આવેલ જયાં તેણીનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ સબંધે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગરના પટેલ કોલોની વિકાસ ગૃહ રોડ, કંચનદીપ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૧ ખાતે રહેતી સોની કામ કરતી નિકીતાબેન વત્સલભાઇ પટણી (ઉ.વ.૨૫) નામની યુવતિ ગઇકાલે પોતાના ઘરની બાલ્કનીમાંથી નીચે પડી ગયા હતા, આથી ઇજા સબબ જી.જી. હોસ્પીટલ સારવારમાં લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું.

આ બનાવ અંગે કંચનદિપ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વત્સલ વિપુલભાઇ પટણી દ્વારા સીટી-બી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પીએસઆઇ ગોવાણી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application