BREAKING NEWS

દ્વારકા: કલ્યાણપુર તાલુકામાં બે સ્થળોએથી જુગાર દરોડામાં મહિલાઓ સહિત ચૌદ ઝડપાયા

  • September 16, 2026 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: કલ્યાણપુર તાલુકામાં બે સ્થળોએથી જુગાર દરોડામાં મહિલાઓ સહિત ચૌદ ઝડપાયા

બંને દરોડામાં પોલીસે કુલ રૂ. ૨૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ-સાહિત્ય કબ્જે કર્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પોલીસે બે સ્થળે દરોડા પાડી જુગાર રમતી મહિલાઓ સહિત કુલ ૧૪ શખ્સોને પકડી પાડ્યા છે, પોલીસે તમામ સામે ધોરણસરનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, દરોડા દરમ્યાન પોલીસે ૨૩ હજારથી વધુનો મુદ્દામાલ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામથી આશરે ૧૧ કિલોમીટર દૂર કેનેડી ગામે ઓટલા ઉપર બેસીને જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા પરબત છગન નકુમ, પ્રવીણ છગન નકુમ, પારુલબેન પ્રકાશભાઈ જેઠવા, રવિનાબેન જયેશ પરમાર, દિવ્યાબેન રાકેશ નાઘેરા, મંજુબેન રમેશ જેઠવા, અમૃતબેન પરબત નકુમ અને અશ્વિનાબેન પરસોત્તમભાઈ સોનગરા નામના આઠ વ્યક્તિઓને પોલીસે રૂ. ૨,૮૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

જ્યારે બીજા દરોડામાં કલ્યાણપુરથી આશરે ૧૯ કિલોમીટર દૂર રાવલ ગામની વર્તું નદીના કાંઠેથી પોલીસે રોનપોલીસ નામનો જુગાર રમી રહેલા કરસન મોહન જમોડ, મોહન ગંધાભાઈ કાગડીયા, રામા રાજુ કાગડીયા, દિનેશ રામા જમોડ, રાણા જીવા સોલંકી અને સંજય મોહન જમોડ નામના છ શખ્સોને ઝડપી લઇ રૂ. ૧૩,૭૦૦ ની રોકડ રકમ સહિત કુલ રૂ. ૨૦,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application