BREAKING NEWS

ધીમી કામગીરી..જામનગરની સરકારી શાળાઓમાં ૫૧૧૩ છાત્રની શિષ્યવૃતિની અરજી બાકી..!

  • August 05, 2026 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધીમી કામગીરી..જામનગરની સરકારી શાળાઓમાં ૫૧૧૩ છાત્રની શિષ્યવૃતિની અરજી બાકી..!

અહો આશ્ર્ચર્યમ: કુલ ૧૨૮૦૭ માંથી ૭૬૯૪ વિધાર્થીની પ્રી-મેટ્રીક સ્કોલરશીપની અરજી, ૪૦ ટકા જેટલી કામગીરી બાકી રહેતા અનેક સવાલ 

વિકસતી જાતિ કચેરીના જિલ્લા નાયબ નિયામકને પરિપત્ર કરવાની ફરજ પડી: અમુક શાળામાં તો છાત્રોની સંખ્યા ઓછી હોવા છતાં કામગીરીમાં વિલંબ

જામનગરની સરકારી શાળાઓમાં બાલવાટીકા અને ધો.૧ થી ૮ના વિધાર્થીઓની પ્રી-મેટ્રીક સ્કોલરશીપની અરજીની કામગીરી ધીમી ગતિએ થતી હોવાથી ભારે આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. કારણ કે, ૨૯ જુલાઇની સ્થિતિએ શહેરની સરકારી શાળાઓમાં ૫૧૧૩ છાત્રની શિષ્યવૃતિની અરજી બાકી હોવાનું નોંધાયું છે. કુલ ૧૨૮૦૭ માંથી ૭૬૯૪ વિધાર્થીની શિષ્યવૃતિની અરજી થઇ છે. જયારે ૪૦ ટકા જેટલી કામગીરી બાકી હોય વિકસતી જાતિ કચેરીના જિલ્લા નાયબ નિયામકને પરિપત્ર કરવાની ફરજ પડી છે. અમુક શાળાઓમાં તો છાત્રોની સંખ્યા ઓછી હોવા છતાં મહત્વની કામગીરીમાં વિલંબથી ગંભીર પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. 

જામનગર જિલ્લા નાયબ નિયામક(વિકસતી જાતિ)કચેરીએ તા.૨૯-૭-૨૦૨૬ના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પ્રી-મેટ્રીક સ્કોલરશીપની બાલવાટીકા અને ધો. ૧ થી ૮ ની અરજીઓ મોકલવા એક પરિપત્ર કર્યો હતો. જેમાં જણાવ્યાનુસાર પ્રી-મેટ્રીક સ્કોલરશીપનો રીપોર્ટ વડી કચેરીએથી ડીજીટલ ગુજરાત પોર્ટલ પર જે અરજી મળી હોય તે અંગેના રીપોર્ટના આધારે જામનગર જિલ્લા તથા તાલુકા સહીત  પ્રી-મેટ્રીક સ્કોલરશીપ બાલવાટીકા તથા ધો.૧ થી ૮ ની અરજીઓ આવેલ છે. જે ઘ્યાને લેતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની તમામ શાળાઓ તરફથી જે અરજજીઓ આવી છે તેમાંથી અમુક શાળા દ્વારા અરજીઓ ખૂબ જ ઓછી મોકલવામાં આવી છે. આથી બાકી રહેલી અરજીઓનું લીસ્ટ પણ મોકલવામાં આવ્યું છે. જે ઘ્યાને લઇ તાકીદે આ અંગે સૂચના આપવા જણાવાયું છે. આથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તા.૩૦ જુલાઇના તમામ શાળાઓને અરજી મોકલવાની જાણ તથા અમલવારી કરવા પત્ર પાઠવવામાં આવ્યો છે. 

જિલ્લા નાયબ નિયામક(વિકસતી જાતિ)કચેરીએ ૨૯ જુલાઇના પરિપત્ર સાથે મોકલેલા લીસ્ટ અનુુસાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.૧ માં ૯૨, શાળા નં.૧૦ માં ૯૩, શાળા નં. ૧૧ માં ૩૮, શાળા નં.૧૨ માં ૧૦, શાળા નં.૧૪માં ૨૭, શાળા નં.૧૬માં ૧૪, શાળા નં.૭ માં ૭૫૭, શાળા નં.૧૭માં ૯૪, શાળા નં.૨૧માં ૧૦૬, શાળા નં.૨૪માં ૬૩, શાળા નં.૨૭માં ૧૩૩, શાળા નં.૨૯માં ૧૪૧, શાળા નં.૩ માં ૨૮, શાળા નં.૩૦માં ૧૦૩, શાળા નં.૩૧માં ૧૫૧, શાળા નં.૩૨માં ૧૯૭, શાળા નં.૩૭માં ૧૭૨, શાળા નં.૩૮માં ૫૧, શાળા નં.૪માં ૧૯૪, શાળા નં.૪૦માં ૬૧, શાળા નં.૪૨માં ૫૬, શાળા નં.૪૫માં ૯૬, શાળા નં.૫માં ૨૧, શાળા નં.૫૦માં ૫૯, શાળા નં.૫૧માં ૧૩૪, શાળા નં.૫૫માં ૧૮, શાળા નં.૫૬માં ૩૯, શાળા નં.૫૭માં ૬૯, શાળા નં.૫૮માં ૨૫, શાળા નં.૫૯માં ૧૬૧, શાળા નં.૬ માં ૫૫, શાળા નં.૧૫માં ૪૫, શાળા નં.૨૦માં ૧૬૭, શાળા નં.૨૬માં ૬૯, શાળા નં.૩૯માં ૨૦૪, શાળા નં.૪૧માં ૩૮, શાળા નં.૧૮માં ૨૦૪, શાળા નં.૧૯માં ૩૩૮, શાળા નં.૨૨ માં ૭૨, શાળા નં.૩૩ માં -૫૫, શાળા નં.૪૪માં ૬૧, શાળા નં.૪૬માં ૧૫૪, શાળા નં.૫૪માં ૭૬, શાળા નં.૬૦માં ૬૧, શાળા નં.૨૫માં ૧૪૯, નાગેશ્ર્વર પ્રાયમરી શાળામાં ૮૩ અને અંગ્રેજી માઘ્યમની મોડલ સ્કૂલ-૧માં ૧૮૯ છાત્રની પ્રી-મેટ્રીક સ્કોલરશીપની અરજી બાકી હોવાનું નોંધાયું છે. આમ કુલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં કુલ ૧૨૮૦૭ માંથી ૭૬૯૪ વિધાર્થીઓની અરજી થતા ૬૦ ટકા જેટલી કામગીરી થઇ છે. જયારે ૫૧૧૩ છાત્રની અરજી બાકી હોય ૪૦ ટકા કામગીરી ૨૯ જુલાઇની સ્થિતિએ બાકી હોવાનું નોંધાતા આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application