BREAKING NEWS

ખંભાળિયા: રાણપરમાં દેશી દારૂ અંગે એલસીબીનો દરોડો : જથ્થો કબ્જે

  • August 20, 2026 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: રાણપરમાં દેશી દારૂ અંગે એલસીબીનો દરોડો : જથ્થો કબ્જે 

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ દારૂ જુગારની પ્રવુતી નેશ્ત નાબુદ કરવા સબબે સુચના આપેલ હોય જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ ઇન્સ. એન.એચ. જોષી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.બી.એમ.દેવમુરારી સાહેબ તથા પો.સ.ઇ એમ.આર.સવસેટા નાઓએ એલ.સી.બી ટીમના માણસોની અલગ અલગ ટીમો બનાવી પ્રોહી અંગે પેટ્રોલીંગમા હોય.

જે દરમ્યાન એલ.સી.બી ટીમના એ.એસ.આઇ શક્તિસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ શક્તિસિંહ ઝાલા તથા વેજાણંદભાઈ બેરા તથા પો.કોન્સ મનહરસિંહ જાડેજા નાઓને સુંયુક્તમાં ચોકકસ બાતમી હકીકત મળેલ કે રાણપર ગામમાં રહેતો બાલુભાઇ ભાયાભાઇ રબારી રાણપર ગામથી ધામણીનેશ જતા રસ્તે આવેલ કેનાલ પાસે બાવળની ઝાળીમા દેશી દારૂ રાખી હેરા ફેરી કરે છે અને હાલ તેની આ પ્રવુતી ચાલુ હોય જે ચોક્કસ હકીકત આધારે રેઇડ કરતા મુદ્દામાલ મળી આવેલ હોય તેમજ રેઇડ દરમ્યાન આરોપી હાજર મળી આવેલ ન હોય જે આરોપી વીરુધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. દેશી દારૂ લી.૧૭૦ કી.૩૪,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે આરોપી બાલુભાઈ ભાયાભાઈ રબારી રહે. રાણપર ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા ફરાર થઇ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application