BREAKING NEWS

દુર્ગાબાટીમાં જામનગર બંગાળી એસોસિએશન દ્વારા પાંચમી દુર્ગાપૂજાની ભવ્ય ઉજવણી

  • October 21, 2026 02:48 PM 

દુર્ગાબાટીમાં જામનગર બંગાળી એસોસિએશન દ્વારા પાંચમી દુર્ગાપૂજાની ભવ્ય ઉજવણી

​​​​​​​જામનગરમાં વર્ષ-૨૦૦૯ માં નોંધાયેલ જામનગર બંગાળી એસોસિએશન (જેબીએ) દ્વારા દુર્ગાબાટીમાં વર્ષ ૨૦૨૬ની પાંચમી દુર્ગાપૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બંગાળી અને ગુજરાતી સંસ્કૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા સાંસ્કૃતિક એકતા, ભાઈચારો અને પરસ્પર સુમેળનો સંદેશ આપવામાં આવ્યો હતો. જામનગર બંગાળી એસોસિએશન આંતરરાજ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બંગાળી પરંપરા અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓને સહાય સહિતની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ યોગદાન આપી રહ્યું છે. આ ઉજવણીને સફળ બનાવવા બદલ એસો.ના પ્રમુખે તમામ સભ્યો, સ્વયંસેવકો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. એસોસિએશન દ્વારા ભવિષ્યમાં પણ સાંસ્કૃતિક વારસાના જતન અને સમાજસેવાની પ્રવૃત્તિઓને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application