BREAKING NEWS

જામનગરમાં આજકાલ દ્વારા ભવ્ય વેલકમ નવરાત્રીનું આયોજન

  • October 12, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આજકાલ દ્વારા ભવ્ય વેલકમ નવરાત્રીનું આયોજન

​​​​​​​જામનગરમાં આજકાલ દ્વારા દોઢ દાયકાથી નવરાત્રી વેલકમનું આયોજન કરવામાં આવે છે, શનિવાર તા.૧૦ ના રોજ એમ.પી.શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે યાદગાર આયોજન થયું હતું. જેમાં રાજયકક્ષાનાં શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા અને લગભગ તમામ ક્ષેત્રના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં દીપપ્રાગટય તથા આરતી કરવામાં આવી હતી, જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમે વિશેષ હાજરી આપી હતી, એડીટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી, ગ્રુપ એડીટર કાનાભાઇ બાટવા, નિવાસી તંત્રી તારીક ફા‚ક (પપ્પુખાન), ટેરેટરી હેડ અજય શર્મા સહિતની આજકાલની ટીમ દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતાં. મોડી રાત સુધી રાસની રમઝટ બોલી હતી, ખાસ કરીને ઓરકેસ્ટ્રા ગ્રુપ અને સીંગર અમી ગોસાઇ, દિપક જોશીએ કંઠના કામણ પાથરીને ખેલૈયાઓનાં મોડી રાત સુધી રાસ રમવા માટે મજબુર કરી દીધા હતા. આયોજન ખુબ જ યાદગાર રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application