જામનગર કેપિટલ આઇકોનિક ગ્રુપ દ્વારા તૈયાર થયેલા કોમ્પલેક્ષમાં Zudio સ્ટોરનો શુભારંભ
જામનગર કેપિટલ આઇકોનિક ગ્રુપ દ્વારા તૈયાર થયેલા કોમ્પલેક્ષમાં Zudio સ્ટોરનો શુભારંભ
October 07, 2026 06:54 PM
જામનગર કેપિટલ આઇકોનિક ગ્રુપ દ્વારા તૈયાર થયેલા કોમ્પલેક્ષમાં Zudio સ્ટોરનો શુભારંભ
જામનગર ના વિકસિત ગ્રીન સિટી રોડ પર Zudio સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો
કેપિટલ આઇકોનિક ગ્રુપ દ્વારા ગ્રીન સિટી રોડ પર તૈયાર કરવામાં આવેલા કોમર્શિયલ કોમ્પલેક્ષ માં ૧૪ હજાર ફૂટ નો Zudio સ્ટોરનો આજે શુભારંભ કરવામાં આવ્યો, આ મોલ માં મેન્સ, લેડીઝ અને કિડ્સ વેર ની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, કેપિટલ આઇકોનિક ગ્રુપ વિશે માહિતી આપતા ગ્રુપ મેમ્બર હર્ષ મોદી એ જણાવેલ કે, કેપિટલ આઇકોનિક ગ્રુપ દ્વારા ગ્રીન સિટી રોડ પર આ બીજું કોમ્પલેક્ષ છે પહેલા પ્રોજેક્ટમાં VMart અને બીજા પ્રોજેક્ટ માં Zudio સ્ટોર જેવી બ્રાન્ડ જામનગર માં આવી છે જ્યારે Zudio સ્ટોર ની ઉપર ટૂંક સમયમાં જ ૩ સ્ક્રીન સાથે મલ્ટિપ્લેક્સ નો શુભારંભ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકેશ ગ્રુપ ના હર્ષ મોદી દ્વારા જામનગર માં અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ સ્ટોર અને કોર્પોરેટ કંપનીઓ ની ફ્રેન્ચાઇઝ શરૂઆત કરવામાં આવી છે જામનગર સહિત ગુજરાત ના વિવિધ શહેરો માં પ્રિ લિઝિંગ નું કામ કરતા હર્ષ મોદી દ્વારા નવું મલ્ટિપ્લેક્સ Zudio સ્ટોર ઉપર ટૂંક સમયમાં શરૂ કરવાની તૈયારી દેખાડવામાં આવેલ છે
કેપિટલ આઇકોનિક ગ્રુપ દ્વારા જામનગર માં સારા નવા પ્રોજેક્ટ સાથે નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ પણ જામનગર માં આવી રહી છે