BREAKING NEWS

રહેમાનના પુત્ર અમીનનો અકસ્માત બાદ લૂલો બચાવ, કહ્યું હું કાર નહોતો ચલાવતો

  • August 12, 2026 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવારે ચેન્નાઈના ગિન્ડી નજીક એ.આર. રહેમાનના પુત્ર અને પ્લેબેક ગાયક એ.આર. રહેમાનની કાર અકસ્માતમાં સંડોવાઈ ગઈ હતી. તેમની કાર એક કેબ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ, અમીનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને નાની ઈજાઓ માટે સારવાર આપવામાં આવી હતી અને તેમને રજા આપવામાં આવી હતી. હવે, અમીને સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે અકસ્માત કેવી રીતે થયો અને સ્પષ્ટતા કરી છે કે તેઓ વાહન ચલાવી રહ્યા ન હતા.

અમીને લખ્યું છે કે,હું એરપોર્ટ જઈ રહ્યો હતો ત્યારે, હું મારા મિત્રની કારની પેસેન્જર સીટ પર હતો ત્યારે અમારો એક નાનો અકસ્માત થયો હતો.  અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી અને બધા સુરક્ષિત છે. હું વાહન ચલાવી રહ્યો ન હતો.
ત્યારબાદ અમીને તેની બહેન ખાતીજાનું નિવેદન ફરીથી શેર કર્યું જેમાં તેણીએ લોકોની પ્રાર્થના માટે આભાર માન્યો અને અકસ્માત કેવી રીતે થયો તે સમજાવ્યું.પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે વહેલી સવારે ગિન્ડી નજીક એક લક્ઝરી એસયુવી અને કેબ એગ્રીગેટરની હેચબેક વચ્ચે થયેલી ટક્કરમાં અમીનને નાની ઈજાઓ થઈ હતી.  અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે તે સમયે અમીન એસયુવી ચલાવી રહ્યો હતો. કોઈ જાનહાનિના અહેવાલ નથી. અમીન, તેના મિત્ર અને હેચબેક ડ્રાઈવરને નાની ઈજાઓ થઈ હતી અને સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. બંને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સવારે 3:30 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે વાહન ગિન્ડી તરફ જઈ રહ્યું હતું. રસ્તાની ડાબી બાજુએ મુસાફરી કરી રહેલી હેચબેક મુખ્ય લેનમાં ઘૂસી ગઈ ત્યારે આ અકસ્માત થયો હતો. મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં કલમ 337 અને 279નો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application