વોર્ડ નંબર 12 ના ઘાંચીવાડ વિસ્તારમાં મોટી મસ્જીદ પાસે આશરે પાંચ લાખ રૂપિયાના ખર્ચે સી.સી. રોડના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિકાસ કાર્યની શરૂઆત તારીખ 10/10/2025 શુક્રવારના રોજ કરવામાં આવી.

આ પ્રસંગે પૂર્વ વિરોધપક્ષ નેતા અને કોર્પોરેટર અસલમભાઈ ખીલજી, કોર્પોરેટર વકીલ જેનબબેન ખફી, અને સંધી સમાજના પ્રમુખ હાજી રીઝવાનભાઈ જુણેજાએ હાજર રહીને રોડના કામનો શુભારંભ કરાવ્યો.
વિસ્તારના લાંબા સમયથી પડતર પ્રશ્નને ધ્યાનમાં લઈને, કોઈ પણ પ્રકારના ઔપચારિક ખાતમુહૂર્ત સમારોહ વિના, તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવી હતી, જે સ્થાનિકોમાં સંતોષની લાગણી જન્માવી છે.

આ તકે ઘાંચી સમાજના પ્રમુખ અફઝલભાઈ ભાઈજી, સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કામગીરીને આવકારી હતી.