હાપા માર્કેટીંગ યાર્ડમાં ગુરૂવારે ૧૪૮૦૦ થી વધુ મણ મગફળી ઠલવાઇ હતી, કુલ ૧૯ જણસીની આવક થવા પામી હતી, જેમાં સૌથી વધુ મગફળીની ૧૪૮૭૫ આવક થવા પામી હતી, જેમાં મગફળી જીણી, જાડી, મગફળી ૬૬ નંબર અને મગફળી ૯ નંબરનો સમાવેશ થતો હતો.
ભાવની દ્રષ્ટિએ વાત કરીએ તો મગફળી જીણી ૯૨૦ થી ૧૧૪૦, મગફળી જાડી ૮૦૦ થી ૧૦૨૦, મગફળી ૬૬ નંબર ૯૫૦ થી ૧ર૫૦, જ્યારે ૯ નંબરની મગફળીના ૧૧૦૦ થી ૧૮૦૦ બોલાયા હતા, બાજરીના ૪૦૦ થી ૪૨૦, ઘઉં ૪૬૫ થી પ૪૪, મગ ૮૪૦ થી ૧૩૦૦, અડદ ૯૦૦ થી ૧૩૪૦, તુવેર ૮૦૦ થી ૧૩૪૫, ચોરી ૭૫૦ થી ૧૨૮૫, ચણા ૯૦૦ થી ૧૧૨પ, ચણા સફેદ ૧૧૫૦ થી ૧૭૩૫, એરંડા ૧૧૦૦ થી ૧૨૯૦, તલી ૭૫૦ થી ર૧૧૦, લસણ ૪૫૦ થી ૧૧૯૫, કપાસ ૧૧૦૦ થી ૧૬૦૫, જીરૂ ૩૨૦૦ થી ૩૮૧૫, અજમો ૧૨૦૦ થી ૩૫૪૦, અજમાની ભુસી ૩૦ થી ૧૯૦૦, ધાણા ૧૨૦૦ થી ૧૫૨૫, સુકી ડુંગળી ૭૦ થી ૨૪૦, સોયાબીન ૭૫૦ થી ૮૬૦, વટાણા ૧૧૦૦ થી ૧૮૭૦ મણના ભાવ બોલાયા હતા.
હાપા યાર્ડમાં કુલ ૧૮૫૧૯ ગુણીની આવક થવા પામી હતી, જ્યારે મણની વાત કરીએ તો ૪૦૮૨૬ જેમાંથી ૧૪૯૭૦ ગુણીની વેચાણ થયું હતું. તેમજ ૭૬૦ ખેડૂતો દ્વારા લાવવામાં આવી હતી. તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું.