૮૬ તાલુકાઓની યાદીમાં બનાસકાંઠાના લાખણી તાલુકામાં સૌથી વધુ ઘટાડો નોંધાયો : અમદાવાદ જિલ્લાનો કોઈ તાલુકામાં વધુ ઘટાડો નહી
ગુજરાતના એક તૃતીયાંશ કરતાં વધુ તાલુકાઓમાં પાણીનું સ્તર નીચું ગયું છે. સરેરાશ દશકમાં આ ઘટાડો થયો છે જેમાં બનાસકાંઠાના લાખણી તાલુકામાં સૌથી વધુ ૫.૫૮ મીટરનો ઘટાડો નોંધાયો છે. અનિયમિત વરસાદ સાથે ભૂગર્ભજળના વધુ પડતો ઉપયોગના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આ બાદ મહીસાગરના વીરપુરમાં ૩.૬૯ મીટરનો ઘટાડો નોંધાયો છે. આ બાદ કચ્છના નખત્રાણામાં ૩.૬૦ મીટર, બનાસકાઠાના પાલનપુરમાં ૩.૫૯ મીટર અને મહીસાગરના ખાનપુરમાં ૩.૫૭ મીટરનો ઘટાડો નોંધાયો છે.
તાજેતરના વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, ૨૫૨ માંથી ૮૬ તાલુકાઓમાં ભૂગર્ભજળના સ્તરમાં સરેરાશ દાયકામાં ઘટાડો નોંધાયો છે. આનો અર્થ એ થયો કે ૧૦ વર્ષમાં ૩૪.૧૨% તાલુકાઓમાં ૦.૦૧ મીટર થી ૫.૫૮ મીટર સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ૮૬ તાલુકાઓની યાદીમાં અમદાવાદ જિલ્લાનો કોઈ તાલુકો નોંધાયો નથી. કચ્છ જિલ્લાના ૧૦ અને બનાસકાંઠાના ૯ તાલુકાઓમાં છેલ્લા ૧ દાયકામાં પાણીનું સ્તર ઘટ્યું છે.
વિધાનસભામાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડો થયો હોય તેવા તાલુકાઓ, તેના કારણો અને ઘટાડાને રોકવા માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાંની માહિતી માંગી હતી. રાજ્ય સરકારે જવાબ આપ્યો કે કેન્દ્ર સરકારની અટલ ભુજલ યોજનામાં શોષિત, જટિલ અને સેમી ક્રીટીકલ કેટગરીમા આવતા ૬ જિલ્લાના ૩૬ તાલુકાઓના ૧,૮૭૩ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોજના હેઠળ, રિચાર્જ ટ્યુબવેલ ખોદવામાં આવે છે અને ખેડૂતોને ટપક પદ્ધતિ જેવી જેવી સિંચાઈની આર્થિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
જમીનમાં પાણીના ઘટાડા સાથે અન્ય સમસ્યા પણ સામે આવી છે. સ્ટડી પ્રમાણે, મોટાપાયે ભૂગર્ભજળ કાઢવામાં આવી રહ્યું હોવાથી છિદ્રોના દબાણ અને માટીના સંકોચનના કારણે જમીનના કાંપમાં વર્ટિકલ કમ્પ્રેશન જોવા મળે છે. પરિણામે જમીનનું સ્તર ઘટી જાય છે. જમીનનું સંકોચન થવાના કારણે સ્થાનિક જમીનમાં માઈક્રો લેવલનું પરિવર્તન આવે છે, સપાટી પર લાંબી અને ઊંડી તિરાડો પડે છે. જેના કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech