ગુજરાતના ડોન લતીફની જિંદગી પરથી શાહરુખ ખાનની સાથે સુપરહિટ રઈસ ફિલ્મ બનાવનારા ડાયરેક્ટર રાહુલ ધોળકિયાની મુંબઈના ફાયર ફાઈટર પરની ફિલ્મની ચર્ચાઓ લાંબા સમય થી ચાલતી હતી. વચ્ચે ફિલ્મનું થોડું કામ પણ શરુ થઇ ગયું હતું પણ અચાનક જ આ ફિલ્મ પર બ્રેક લાગી ગઇ હતી હવે ફરીવાર ફિલ્મનું કામકાજ શરુ થયું છે. ફિલ્મમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે.
અગાઉ આ ફિલ્મનું ટાઈટલ ટેમ્પરરી 'ફાયર' નક્કી કરાયું હતું. તે બદલીને હવે 'અગ્નિ' કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત ફિલ્મના મેઈન રોલ માટે સૈફ અલી ખાનનું નામ ચર્ચામાં હતું પણ હવે આ રોલ 'સ્કેમ ૧૯૯૨' ફેમ પ્રતીક ગાંધી કરશે આ ઉપરાંત મીર્ઝાપુર ફેમ મુન્ના ઉર્ફે દિવ્યેન્દુ શર્મા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
મુંબઈના એક ફાયરમેન દ્વારા બહાદુરીથી ભીષણ આગ વચ્ચે કટોકટીના સંજોગોમાં કામગીરી બજાવવામાં આવી હતી એ વિષયને આધારિત આ ફિલ્મી વાર્તા વણાયેલી હોવાનું જણાય છે. સૈફ અલી ખાને આ ભૂમિકા કરવામાં ભારે ઉત્સાહ દાખવ્યો હતો. જોકે, સૈફ અલી ખાનની તારીખો મળવામાં વિલંબ થતાં અને કોવિડ પછીના સંજોગોના કારણે આ પ્રોજેક્ટમાં ઉત્તરોત્તર સમય વધતો ગયો હતો.
આ ફિલ્મની સ્ક્રિપ્ટ રાહુલ ધોળકિયા તથા વિજય મોર્યાએ લખી હોવાનું જાણવા મળે છે. જોકે, પ્રોડયુસર તરીકે ફરહાન અખ્તર પણ તેમાં ક્રિએટિવ ઈનપૂટ આપશે એવી ચર્ચાઓ છે. હાલ પ્રતિક ગાંધી પોતાની આ વર્ષે રીલીઝ થનારી ફિલ્મોમાં વ્યસ્ત છે. આ વર્ષે 'દેઢ બીઘા ઝમીન' જેમાં તેઓ ખુશાલી કુમાર સાથે જોવા મળશે. આ ઉપરાંત તેઓ 'વો લડકી હૈ કહાં' માં તાપસી પાનું સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાનની સતત ચોથી હાર... સેમ કરનની તોફાની ઇનિંગથી પંજાબની ધમાકેદાર જીત
May 15, 2024 11:28 PMઘાસચારાના પાકોમાં કાતરા (હેરી કેટરપિલર) ના નુકસાનથી બચવા અંગે આ કામ કરી લેજો
May 15, 2024 11:09 PMઆજી-2 ડેમ સંપૂર્ણ સપાટી 73.76 મીટર ભરાયો, હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના
May 15, 2024 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech