જામનગર: હાપા માર્કેટીંગ યાર્ડમાં ભાવમાં જીરૂની બોલબાલા: ૩૫૦૦થી ૪૦૩૫ બોલાયા
સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની અછતની અસર હાપા માર્કેટીંગ યાર્ડની આવકમાં પડી છે. મંગળવારે ફકત ૨૮૩૫ ગુણી કુલ જણસની આવક નોંધાઇ હતી. જેમાં સૌથી વધુ લસણ અને ઘઉંની આવક નોંધાઇ હતી.
તા.૮-૯ મંગળવારના રોજ કુલ ૭૫૯૮ મણ જણસની આવક નોંધાઇ હતી, જે ૨૧૬ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જે પૈકી સૌથી વધુ લસણ ૧૦૦૮ ગુણી અને ઘઉં ૬૪૦ ગુણીની આવક પ્રાપ્ત થઇ હતી. ઘઉં ૩૦ ખેડુતો દ્વારા લાવવામાં આવ્યા હતા. જયારે લસણ ૬૦ ખેડુતો દ્વારા લાવવામાં આવ્યા હતા.
હાપા યાર્ડમાં મંગળવારના રોજ પ્રાપ્ત થયેલા ભાવ પર દ્રષ્ટિપાત કરીએ તો જુવાર ૧૩૦૦ થી ૧૩૦૫, બાજરી ૩૭૦ થી ૪૭૫, ઘઉં ૪૦૦ થી ૫૭૦, મગ ૧૨૦૦ થી ૧૨૭૫, તુવેર ૭૫૦ થી૧૩૫૦, ચોળી ૧૬૦૦ થી ૧૬૯૦, ચણા ૧૧૦૦ થી ૧૨૭૭, ચણા સફેદ ૧૨૦૦ થી ૧૨૬૫, મગફળી જીણી ૧૨૦૦ થી ૧૪૫૦, મગફળી નવી ૦ થી ૧૯૦૦, તલી ૧૮૦૦ થી ૨૪૬૦, તલ કાળા ૧૪૯૦ થી ૨૬૧૦, લસણ ૮૦૦થી ૨૭૦૦, કપાસ ૧૭૮૦ થી ૧૯૦૫, જીરૂ ૩૫૦૦ થી ૪૦૩૫, સુકી ડુંગળી ૪૦૦થી ૮૯૫, જયારે સીંગદાણાના ૧૬૦૦ થી ૧૮૪૦ પ્રતિ મણના ભાવ બોલાયા હતા.