BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: ચોમાસા પૂર્વેની મહત્વની ગ્રામસભામાં આરોગ્ય વિભાગની ઉદાસીનતા ઉજાગર

  • June 06, 2026 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: ચોમાસા પૂર્વેની મહત્વની ગ્રામસભામાં આરોગ્ય વિભાગની ઉદાસીનતા ઉજાગર

આમંત્રણ છતાં પીએચસીના મેડિકલ ઓફિસર ગેરહાજર, ગ્રામજનોએ વ્યક્ત કર્યો કડક વિરોધ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કલ્યાણપુર ગામે શુક્રવારે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી ગામમાં આરોગ્ય સેવાઓની તૈયારીઓ, રોગચાળાની રોકથામ, સ્વચ્છતા અભિયાન અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે ચર્ચા અને આયોજન માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.

ગ્રામસભામાં રાજપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં તેઓ અથવા તેમના કોઈ પ્રતિનિધિ હાજર રહ્યા ન હતા. આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીની ગેરહાજરીને ગ્રામજનોએ ગંભીર બેદરકારી ગણાવી હતી. ખાસ કરીને ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળાઓ સામે સજ્જતા અંગે ચર્ચા થવાની હોવા છતાં આરોગ્ય વિભાગ તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા ગ્રામજનોમાં નારાજગી વ્યાપી હતી.

બીજી તરફ ગ્રામસભામાં ગામના સરપંચ અને તલાટી-કમ-મંત્રીએ ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતોને ગંભીરતાથી સાંભળી યોગ્ય પ્રતિભાવ આપ્યો હતો. પીવાના પાણીની સમસ્યા, સફાઈ વ્યવસ્થા, જાહેર સુવિધાઓ અને વિકાસલક્ષી મુદ્દાઓ અંગે રજૂ થયેલા પ્રશ્નોના સમયબદ્ધ ઉકેલ માટે જરૂરી આયોજન કરવાની ખાતરી આપવામાં આવી હતી.

ગ્રામસભાના અંતે આરોગ્ય વિભાગના અધિકારીની ગેરહાજરી સામે વિરોધ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા આગામી દિવસોમાં જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી જવાબદાર અધિકારી સામે યોગ્ય શિસ્તભંગની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application