દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિષયક વર્કશોપ યોજાયો
વર્કશોપમાં તબીબોને આયુષ્માન ભારત ડીજીટલ મિશન, PC&PNDT એકટ-૧૯૯૪ તેમજ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંગે માર્ગદર્શન અપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં સેવા આપતા તબીબોને આયુષ્માન ભારત ડીજીટલ મિશન, PC&PNDT એકટ-૧૯૯૪ તેમજ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયુષ્માન ભારત ડીજીટલ મિશન અંતર્ગત રાજ્ય કક્ષાએથી ઉપસ્થિત રહેલ ટીમના ડો.મેહુલ પટેલ દ્વારા હોસ્પિટલોએ કરવાની થતી કામગીરી, દર્દીની સારવારના રેકર્ડ ડિજિટલ રીતે નિભાવવા બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત સ્ત્રી રોગ નિષ્ણાંતોએ આપવાની થતી તબીબી સેવાઓ બાબતે જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો.બી.બી.કરમટા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ ક્ષય રોગના દર્દીઓની સારવાર અને તેના રીપોર્ટિંગ બાબતે પણ જિલ્લા ક્ષય અધિકારી ડો.વી.એસ.ધ્રુવે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
PC&PNDT એકટ હેઠળ નોંધાયેલ હોસ્પિટલો ખાતે એક્ટના ક્ષતિરહિત અમલીકરણ થાય તે માટે જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. પી.જે.ચાંડેગ્રા દ્વારા હોસ્પિટલમાં નિભાવવાના થતા રેકર્ડ, માસિક રીપોટીંગ, નિયત સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન રીન્યુઅલ કરાવવા તેમજ ક્ષતિરહિત ફોર્મ-એફ ભરવા બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. તદ્ઉપરાંત જિલ્લાના જાતિ પ્રમાણદર બાબતે પણ સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.
જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓ પુરી પડતી તમામ સંસ્થા/ક્લિનિક/હોસ્પિટલો ખાતે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટના સંપૂર્ણપણે પાલન કરવા તેમજ સરકાર દ્વારા નક્કી કરેલ ધારા ધોરણ મુજમ રેકર્ડ નિભાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.બી.ચોબીસા દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવી હતી.
ઉકત વર્કશોપમાં જિલ્લા એડવાઈઝરી કમિટીના સભ્યો, આઈ.એમ.એ. પ્રમુખ ડો.હમીર કાંબરીયા, તાલુકા કક્ષાના આઈ.એમ.એ.ના હોદેદારો, જિલ્લા હોસ્પિટલના અધિક્ષક, જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસરઓ, સરકારી અને પ્રાઇવેટ તબીબી નિષ્ણાંતઓ તેમજ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ નોંધાયેલ સરકારી અને પ્રાઈવેટ તબીબો ઉપસ્થિત રહેલ હતા.
પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ-૧૯૯૪ અંતર્ગત નોંધાયેલ સરકારી અને ખાનગી તમામ ડોકટરોને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ થયેલ જોગવાઈઓ / નિયમોના ચુસ્તપણે અમલીકરણ કરવા જિલ્લા દેવભૂમિ દ્વારકાના જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સી.બી.ચોબીસાની યાદીમાં સૂચન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application