જામનગર: પોકસોના આરોપીને ૧૦ વર્ષની સજામાં વચગાળાના જામીન ઉપર મુકત કરતી હાઈકોર્ટ
ખંભાળીયામાં રહેતી ૧૬ વર્ષની સગીરાનું આરોપી ભાવેશ મુરૂભાઈ ચાવડાએ લગ્ન કરવાની લાલચ આપી લલચાવી, ફોસલાવી ભગાડી ગયેલ અને વિકટીમને ધ્રોલ તાલુકાના ઈટાળા ગામે સરકારી રૂમમાં ૧૫ દિવસ રાખી ૩ થી ૪ વખત સગીરાની ઈચ્છા વિરૂધ્ધ બળાત્કાર ગુજારેલ તે અંગેની ફરીયાદી વિકટીમના પિતાએ આરોપી સામે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ તથા પોકસો એકટની કલમ મુજબ ગુન્હો નોંધી આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો હોય, સ્પેશીયલ પોકસો કોર્ટમાં ચાર્જશીટ કરી પોકસો કેસ રજીસ્ટરે લઈ કોર્ટમાં ચલાવવામાં આવેલ જે કેસમાં પ્રોશ્યુકેશન તરફે સાક્ષી તપાસવામાં આવેલ અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ જેમાં આરોપી વિરૂધ્ધ એફએસએલમાં રીપોર્ટ પોઝીટીવ આવેલ અને દસ્તાવેજી પુરાવા મુજબ પંચો સાક્ષીઓએ સમર્થન આપેલ અને આરોપી વિરૂધ્ધ ગુન્હો પુરવાર થઈ આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦ દંડ ડીએલએસએ માં જમાં કરાવવા જામખંભાળીયાના બીજા એડી. એસ.જી. મનસુરી જજએ હુકમ કરેલ.
તે હુકમ રદ કરવા આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરેલ જેમાં આરોપીના વકીલની ધારદાર રજુઆતોને ઘ્યાનમાં લઈ ખંભાળીયા પોકસો કોર્ટનો સજાનો હુકમ સ્થગીત કરી આરોપીને અપીલ ચાલતા સુધી વચગાળાના શરતી જામીન ઉપર મુકત કરવામાં આવેલ છે.
આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ પરબત વી. મકવાણા, પ્રેમલ એસ. રાચ્છ, ગૌરવ એસ. થુમ્મર, પૂનમ જી. ચૌહાણ, ટ્રેઈની ઉર્વીશા એમ. લીંબાસીયા તથા ટ્રેઈની વિશાલ પી. મકવાણા રોકાયા હતા.