આ સિદ્ધિથી દ્વારકાની અમૃતબા હાઇસ્કુલ પરિવાર તેમજ શિક્ષકોમાં આનંદની લાગણી પ્રસરી
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા યોજાયેલી જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં દ્વારકાની અમૃતબા હાઇસ્કુલની ધોરણ-૧૨ માં અભ્યાસ કરતી કુ. તેજસ્વિની દેવમુરારીએ ઉત્કૃષ્ટ પ્રતિભા દર્શાવી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જિલ્લા કક્ષાએ યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેજસ્વિની દેવમુરારીએ પોતાની સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને આગવી ચિત્રશૈલી દ્વારા નિર્ણાયકોનું ધ્યાન ખેંચી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો.
તેજસ્વિનીની આ સિદ્ધિથી દ્વારકાની અમૃતબા હાઇસ્કુલ પરિવાર તેમજ શિક્ષકોમાં આનંદની લાગણી પ્રસરી છે. વિદ્યાર્થીનીની મહેનત અને પ્રતિભાને બિરદાવતાં શાળા પરિવાર દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.