BREAKING NEWS

જામનગર : વિધર્મી મુક્ત નવરાત્રી માટે હિન્દુ સેનાનું લવ જીહાદની પત્રિકાથી જાગૃતિ અભિયાન

  • October 10, 2026 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : વિધર્મી મુક્ત નવરાત્રી માટે હિન્દુ સેનાનું લવ જીહાદની પત્રિકાથી જાગૃતિ અભિયાન
​​​​​​​

કપાળે તિલક, ગૌમૂત્રનો છંટકાવ, માતાજીનો પ્રસાદ અને ગરબીમાં આવતા લોકો ના આધારકાર્ડ ચેક કરવા તથા ગાયકો,  મ્યુઝિક પાર્ટી,  ઇલેક્ટ્રિક, મંડપ સર્વિસ, બાઉન્સર, સિક્યુરિટી હિન્દુ જ રાખવા હિન્દુ સેના દ્વારા આયોજકોને વિધર્મી મુક્ત નવરાત્રી કરવા કડક શબ્દોમાં આપ્યો સંદેશો.


 નવરાત્રી આવી રહી છે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં લવ જિહાદને લઈ જાગૃત્તા ચલાવાઇ રહી છે ત્યારે હિન્દુ સેનાએ જામનગર ખંભાળિયાનાકા સર્કલ, આર્ય સમાજ  રસ્તા પર લવ જિહાદથી લોકોને જાગૃત કરવા પત્રિકા વિતરણ કરી, આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જિહાદીને  જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાન ની શરૂઆત કરી દીધી છે.

આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટની ખાસ ઉપસ્થિતિમાં  સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન દ્વારા ગરબા આયોજકોને ગરબાની અંદર આવતા લોકો કે ખેલૈયા ના આઈ.ડી. પ્રુફ તપાસવા, વિધર્મીને ગરબામાં આવતા પર પ્રતિબંધ મૂકવો તેમજ આવતા લોકોને કપાળે કંકુનું તિલક, માથા પર ગૌમૂત્ર નો છંટકાવ અને માતાજીની પ્રસાદી આપવી તેવી અપીલ કરી હતી. નવરાત્રીમાં ગરબા આયોજકોને હિન્દુ સેના દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતો કે રાસ ગરબાઓની અંદર ગાયકો, મુઝિક પાર્ટીઓ, ઈલેક્ટ્રીક, મંડપ સર્વિસ, સિક્યુરિટી સહિતના કામો બધા હિન્દુઓને જ આપવા અન્યથા કોઈ પણ અણછાજતા બનાવ બનશે તો તમામ જવાબદારી ગરબા સંચાલકોની અને આયોજકોની રહેશે તેવી ગર્ભિત ચેતવણી સાથે વિધર્મી મુક્ત નવરાત્રી કરવા  હિન્દુ સેનાએ જાહેર કર્યું.

આ હિંદુ સેનાના પત્રિકા વિતરણ કાર્યક્રમમાં શહેર પ્રમુખ દિપક પિલ્લાઈ, મંત્રી સંજય ધનવાણી,  સંગઠન મંત્રી વિવેક જાખરીયા, યુવા ઉપપ્રમુખ ધિરેન નંદા, મંથન પારેખ, જયરાજસિંહ જાડેજા, આનંદ કનખરા, મેહુલ ઝાલા, ગુંજ કારીયા અને હિન્દુ સેના મહિલા વિંગ ના વાલી કાજલબેન પંડ્યા તથા સૈનિક જયશ્રીબેન સોનેજી ની  ખાસ હાજરી સાથે  અનેક હિંદુ સેના સૈનિકો લવ જીહાદ જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application