BREAKING NEWS

ઢાંકના પાસે રોંગ સાઇડમાં ધસી આવેલા ટ્રેકટરની ઠોકરે બાઇકચાલક વૃધ્ધનું મોત

  • November 29, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઢાંક ગામ પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રેક્ટરચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક પર સવાર ભાણવડના મેવાસા ગામના વતની બંધુઓને ઇજા પહોંચી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક ભાઈનું મોત થયું હતું જ્યારે અન્યને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઇજાગ્રત વૃદ્ધની ફરિયાદ પરથી ભાયાવદર પોલીસે ટ્રેક્ટરચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ ભાણવડના મેવાસા ગામના વતની અને હાલ જામનગરમાં રહેતા વિરમભાઈ હીરાભાઈ ચાવડા (ઉ.વ. 65) તથા તેમના નાના ભાઈ ઝીણાભાઈ હીરાભાઈ ચાવડા (રહે. મેવાસા) બંને બાઈક પર ઢાંકથી મેરવદર તરફ જતા હતા ત્યારે રસ્તામાં રોંગ સાઇડમાં ધસી આવેલા ટ્રેક્ટરે બાઇકને હડફેટ લેતા બંને ભાઈઓ રોડ પર પટકાયા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ગંભીર ઈજા થવા સબબ ઝીણાભાઈ ચાવડાનું મોત થયું હતું જ્યારે વિરમભાઈને પગમાં ઈજા પહોંચી હતી.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, વિરમભાઈ તથા તેમના નાના ભાઈ ઝીણાભાઈ બંને ગઈકાલ સવારના 7:30 વાગ્યે બાઈક લઈ મેવાસા ગામથી દીકરીના સંબંધની વાત કરવા માટે ઉદેપુર ગામ ગયા હતા. ત્યાંથી ખાગેશ્રી થઇ રબારીકા ગામે ગયા હતા. જ્યાં સંબંધીના ઘરે આટો મારી ઢાંક પાસે આવ્યા હતા અને સાંજના સમયે ઢાંક ગામેથી ગોકરણ જતા હતા દરમિયાન મેરવદર ગામ પાસે અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે વૃદ્ધ વિરમભાઈ ચાવડાની ફરિયાદ પરથી ભાયાવદર પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application