BREAKING NEWS

દ્વારકા એલસીબીના કુલદીપસિંહ જાડેજાનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું સન્માન

  • October 19, 2026 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા એલસીબીના કુલદીપસિંહ જાડેજાનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું સન્માન

ભરવાડ યુવા સંગઠને સેવાકીય યોગદાન બદલ બિરદાવ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવતા કુલદીપસિંહ જાડેજાનું રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. ભરવાડ યુવા સંગઠન દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજલક્ષી પ્રવૃત્તિઓ અને સેવાકીય કાર્યોમાં વિશેષ સહયોગ આપનાર વ્યક્તિઓના પ્રદાનને બિરદાવવામાં આવ્યું હતું, જેમાં કુલદીપસિંહ જાડેજાને તેમના ઉમદા સેવાકીય સહયોગ બદલ આ ગૌરવશાળી સન્માન એનાયત કરાયું હતું. પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાની સાથે સામાજિક ક્ષેત્રે યોગદાન આપીને જિલ્લાનું નામ રોશન કરવા બદલ કુલદીપસિંહ જાડેજાનું સન્માન થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ બેડા સહિત સમગ્ર પંથકમાં આનંદ અને હર્ષની લાગણી છવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application