જામનગર: પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવનિયુક્ત શાસનાધિકારીનો સન્માન સમારોહ
મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ, જામનગર દ્વારા ગુજરાત સરકારના તાજેતરના બદલીના આદેશ અન્વયે નવનિયુક્ત શાસનાધિકારી ડો. બીનાબેન દવેનો આવકાર સન્માન તથા બદલી પામેલ શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલનો વિદાય સન્માન સમારોહ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઈ આર. કકનાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન દિનેશભાઈ દેસાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલભાઈ મહેતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સંજયભાઈ જાની તેમજ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે રાકેશભાઈ માકડિયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવનિયુક્ત શાસનાધિકારી ડો. બીનાબેન દવેનું ઉષ્માભર્યું સ્વાગત તથા ફાલ્ગુનીબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલભાઈ મહેતા, ડો. બીનાબેન દવે તથા ફાલ્ગુનીબેન પટેલે પ્રાસંગિક ઉદૃબોધન કર્યું હતું. કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન પ્રવિણસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સેવાના રંગ, રાષ્ટ્રને સંગ* અંતર્ગત યોજાયેલી રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનેલી ટીમના સભ્યો તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર વિવિધ ટીમોના સભ્યોને સન્માનપત્ર અને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના આચાર્યશ્રીઓ તથા શિક્ષક ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો કે. જી. વાળા, સંજય મેસીયા, સંજય ચાંદ્રા, હેતલબેન પંચમતિયા, અમીતાબેન વિરાણી સહિત સંઘના અન્ય હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application