ત્રણ દિવસ સુધી કાદવ અને કીચડમાં દબાયેલો રહ્યો આઈફોન, બહાર કાઢીને ચાર્જ કરતા જ ચાલુ
ત્રણ દિવસ સુધી કાદવ અને કીચડમાં દબાયેલો રહ્યો આઈફોન, બહાર કાઢીને ચાર્જ કરતા જ ચાલુ
November 11, 2025 02:20 PM
લાગલગાટ 3 દિવસ સુધી જો કોઈ ફોન કાદવ કીચડમાં પડ્યો રહે અને મળ્યા પછી એ ફોન ચાલી શકે એવું માનવામાં આવે ખરું? આ સવાલ નો જવાબ જો હા માં મળે તો આશ્ચર્ય જરૂર થાય.પરંતુ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જે યુઝરે જ શેર કર્યો છે. તેમને જણાવ્યું હતું કે તાજેતરના વાવાઝોડામાં મારો આઈફોન પ્રો તણાઈ ગયો હતો અને કાદવ કીચડમાં પડ્યો રહ્યો હતો. પાણી ઓસરી ગયા બાદ એ જગ્યાએ હું ગયો તો ફોન ત્યાં જ પડ્યો હતો. મને તો ફોન ચાલુ થશે કે કેમ તેની શંકા હતી પરંતુ એમ બન્યું નહી. મેં જેવો ફોન ચાર્જ કર્યો અને ચાલુ કરવા કોશિશ કરી તો ફોન ચાલતો થઈ ગયો.એપલ એ ફરીએકવાર પોતાની સર્વોપરિતા સાબિત કરી દીધી છે.
પૂર્વીય એશિયામાં રહેતા એક યુઝરે આ આખી વાત શોશિયલ મીડિયા પર મૂકી અને ઉમેર્યું છે કે અમારા શહેરમાં 3 દિવસ સુધી સતત વરસાદ અને પુરની સ્થિતિ હતી.મારો આઈફોન કાદવમાં પડી રહ્યો હતો. હું લેવા જઈ શકું એમ ન હતો. તોફાન ઓછું થતા જ હું આઈફોન પડ્યો હતો ત્યાં ગયો અને જોયું તો ફોન પડ્યો હતો અને જેં મેં ચાર્જીંગ શરુ કર્યું તો ફોન ચાલતો થઈ ગયો.તેમને ઉમેર્યું હતું કે આઈફોનમાં નાની સરખી પણ મુશ્કેલી સામે નથી આવી.કંપનીએ દાવો કર્યો છે કે આ ફોન 30 ફૂટ ઊંડા પાણીમાં પડી જાય તો પણ તેને જરા પણ નુકસાન નહી થાય.જે સાચું સાબિત થયું છે.