BREAKING NEWS

દ્વારકા : કલ્યાણપુરના માળી ગામ ગૌચરની જમીનમાંથી ગેરકાયદે ખનીજ ખનન

  • May 07, 2026 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા : કલ્યાણપુરના માળી ગામ ગૌચરની જમીનમાંથી ગેરકાયદે ખનીજ ખનન

જેસીબી, ૩ ટ્રેકટર મળી ૨૪ લાખનો મુદામાલ કબ્જે લેતી રાજકોટ રેન્જ ટીમ : કનકપરના શખ્સની અટક

દ્વારકા જીલ્લાના કલ્યાણપુરના માળી ગામમાં ગૌચરની જમીનમાંથી ગેરકાયદે ખનીજ ખનન કરતા હોવાની હકીકત આધારે રાજકોટ રેન્જની ટીમ દ્વારા દરોડો પાડીને વાહનો મળી કુલ ૨૪ લાખના મુદામાલ સાથે હાજર કનકપરના શખ્સની અટક કરી આગળની તપાસ માટે કલ્યાણપુર પોલીસમાં સોપી આપેલ છે. 

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા ઇસમોને શોધી કાઢી તેઓ વિરુઘ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જ પીઆઇ અપુર્વ પટેલના માર્ગર્દશન મુજબ રેન્જના પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટલીયા તથા સ્ટાફ દ્વારા જરૂરી વર્કઆઉટ તથા હયુમન સોર્સનો ઉપયોગ કરી રહયા હતા. 
​​​​​​​
દરમ્યાન સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, મિતેશભાઇ પટેલ, કમલેશભાઇ રબારીને મળેલ ચોકકસ હકીકત અધારે દેવભુમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનના માળી ગામની ગૌચરની જમીનમાંથી ઉમક ઇસમો ગેરકાયદેસર માટી (મોરમ)નું ખનન કરતા હોય જે જગ્યાએ તપાસ ખાણ-ખનીજના અધિકારી સાથે રેઇડ કરતા એ જગ્યાએથી જેસીબી નં. જીજે૩૭એસ-૦૩૦૦, ટ્રેકટર ટ્રોલી સાથેના નંબર વગરની, અન્ય ટ્રેકટર ટ્રોલી નં. જીજે૨૩સીએફ-૬૭૫૨, ટ્રેકટર ટ્રોલી નં. જીજે૩૭જે-૨૯૭૦ તથા ટ્રોલી નં. જીજે૩૭ટી-૬૦૭૧ મળી કુલ કિ. ૨૪ લાખનો મુદામાલ સીઝ કરી ખાણખનીજના અધિકારીઓ દ્વારા પંચરોજ કામ કરી જગ્યાની જરૂરી માપણી કરી આગળની કાયદેસરની દંડની કાર્યવાહી માટે આવળદાન નાગજીભાઇ જામ રહે. કનકપર તા. કલ્યાણપુર, દ્વારકાવાળાને તથા મુદામાલ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application