ખંભાળીયામાં ૯ ડમી એકાઉન્ટ ખોલાવી રૂપિયા ૩૬ લાખના ગેરકાયદે વ્યવહાર
દ્વારકા સાયબર ક્રાઇમ દ્વારા બે શખ્સની ધરપકડ : ફ્રીમાં પાનકાર્ડ બનાવવાના બહાને દસ્તાવેજો મેળવ્યા
પોતાના આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટા આપનારા લોકો માટે લાલબત્તીપ કિસ્સો સામે આવ્યો છે, ખંભાળીયાના ભરાણામાં ફ્રીમાં પાનકાર્ડ બનાવવાનો વિશ્ર્વાસ આપી ફરીયાદી તથા અન્ય ૮ વ્યકિતઓના જરૂરી આધાર પુરાવા મેળવી ખોટા દસ્તાવેજ બનાવી ૯ ડમી બેન્ક એકાઉન્ટ ખોલાવી ૩૬ લાખના નાણાકીય વ્યવહારો કરીને ગુનો આચરનાર બે શખ્સોને દ્વારકા સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરીને તપાસ લંબાવવામાં આવી છે.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા દ્વારકા જીલ્લા પોલીસ અધીક્ષક જયરાજસિંહ વાળાએ જીલ્લામાં બનતા સાયબર ફ્રોડના ગુનાઓ અટકાવવા તેમજ ગુના સો સંકળાયેલ આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પ્રખરકુમારના માર્ગદર્શનના આધારે વર્કઆઉટમાં હતા.
અત્રેના જિલ્લાના ખંભાળીયા તાલુકાના ભરાણા ગામના અરજદાર તથા અન્ય ૮ વ્યકિતઓએ ઇન્કમટેક્ષ રીટર્ન ભરવા માટે ફાઇલ તૈયાર કરાવવા કરૂર વૈશ્ય બેન્ક રાજકોટ શાખામાં પોતાના નામે બેન્ક એકાઉન્ટ હોવાની માહિતી મળતા સદર બેન્ક એકાઉન્ટ અન્ય કોઇ વ્યકિતએ ગેરકાયદેસર વ્યવહારો કરવા માટે ખોટા દસ્તાવેજી પુરાવાનો અને ખોટી સહીઓ કરી ખોલાવેલ હોવાનું જાણવા મળતા આ બાબતે અત્રેના પોલીસ સ્ટેશનમાં અરજી કરતા અરજીને લગતા તમામ દસ્તાવેજી પુરાવાઓની ઉંડાણપુર્વક તપાસ કરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બીએનએસ ૬૧(૨), ૩૧૬(૨), ૩૧૯(૨), ૩૩૬(૨), ૩૩૮, ૩૪૦ તથા આઇટી એકટ અધિનિયમ ૬૬(સી મુજબનો ગુનો રજીસ્ટર કરેલ.ત્યારબાદ સાયબર ક્રાઇમના પીઆઇ ઋષિતસિંહ રાઠોડે ટીમને જરૂરી સુચનો કરી અને સાયબર ફ્રોડના ગુનાઓના આરોપીઓની ટેકનીકલ સોર્સ અને હયુમન સોર્સ આધારે શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જેના આધારે ગુનામાં ફરીયાદી તથા સાહેદોના આધાર પુરાવા એકત્રીત કરી ખોટા બેન્ક એકાઉન્ટ બનાવી તેમા રૂ. ૩૬ લાખના નાણાકીય વ્યવહારો કરી ગુનો આચરેલ હોય જેમા આધાર પુરાવા એકત્ર કરનાર અને ખોટા બેન્ક એકાઉન્ટ ખોલાવનાર મુખ્ય સુત્રધાર બે આરોપીઓ ભરાણા ગામના અશોકપરી દયાલપરી ગોસ્વામી અને જુનાગઢ જીલ્લાના કેશોદના ચેતનભારથી કેશુભારથી ગોસાઇને અટક કરી દિવસ-૫ની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બેન્કના ખાતાઓમાં થયેલા નાણાકીય વ્યવહારોની આગળની તપાસ હાથ ધરેલ છે અને અન્ય સાહેદોના પણ આ પ્રકારના ડમી ખાતાઓ મળવાની પુરી શકયતાઓ જણાતી હોય આથી આ દિશામાં તપાસ લંબાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application