દિવાળીનો ઝગમગાટ: જામનગરમાં ઇમારતો પર રોશનીનો શણગાર-બજારોમાં ખરીદી માટે પડાપડી
દિવાળીનો ઝગમગાટ: જામનગરમાં ઇમારતો પર રોશનીનો શણગાર-બજારોમાં ખરીદી માટે પડાપડી
November 02, 2026 12:03 PM
દિવાળીનો ઝગમગાટ: જામનગરમાં ઇમારતો પર રોશનીનો શણગાર-બજારોમાં ખરીદી માટે પડાપડી
જામનગર શહેરમાં આખરે દિવાળીના તહેવારનો રંગ જામવા લાગ્યો છે. ગઈકાલે રવિવારના દિવસથી શહેરના મુખ્ય બજારો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને ધંધાકીય વિસ્તારોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ પોતાના વેપાર-ધંધાનાં સ્થળોને રંગબેરંગી લાઇટિંગથી શણગારતાં શહેરમાં દિવાળીના પર્વનો માહોલ વધુ રળિયામણો બન્યો છે. શહેરનાં અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સની ઇમારતો રોશનીથી ઝળહળી ઊઠી છે. આ ઉપરાંત મોબાઇલ ફોનના શોરૂમ, વાહનોના વેચાણ કેન્દ્રો તથા અન્ય વેપારી સંસ્થાઓએ પણ પોતાની ઇમારતો પર રંગબેરંગી લાઇટિંગ ગોઠવી દિવાળીની ઉજવણીનો માહોલ ઊભો કર્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે રોશનીનો નજારો જોવા લોકો પણ આકર્ષાઈ રહ્યા છે. વેપારીઓના ઉત્સાહ અને રોશનીના ઝગમગાટ વચ્ચે જામનગરના બજારોમાં દિવાળીનો માહોલ ધીમે ધીમે જામવા લાગ્યો છે.