જામનગર: બેડી પોર્ટથી આયાતી કોલસાનું ગાંધીનગરના નવા સ્થાન માટે પ્રથમ લોડિંગ કરાયું
આ લોડિંગથી રેલવેને આશરે રૂ.૪૦ લાખની માલભાડા આવક પ્રાપ્ત થઈ
રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં બેડી પોર્ટથી આયાતી કોલસાનું ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઇડિંગ, ગાંધીનગરના નવા ગંતવ્ય સ્થાન માટે પ્રથમ લોડિંગ કર્યું છે. આ સિદ્ધિ વર્તમાન માલવાહક ટ્રાફિક માટે નવા ગંતવ્યો વિકસાવવા અને રેલ માલ પરિવહનના વ્યાપને વિસ્તારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
રાજકોટ ડિવિઝનના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના સતત પ્રયાસોના પરિણામે ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બેડી પોર્ટથી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઇડિંગ, ગાંધીનગર માટે આયાતી કોલસાનું લોડિંગ કરવામાં આવ્યું હતું. આ ક્નસાઇનમેન્ટમાં ૫૯ ઇઘડગ વેગનમાં આયાતી કોલસો લોડ કરવામાં આવ્યો હતો. આ ખેપ આશરે ૩૫૫ કિલોમીટરનું અંતર કાપશે અને તેનાથી રેલવેને આશરે રૂ.૪૦ લાખની માલભાડા આવક પ્રાપ્ત થઈ છે.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, બેડી પોર્ટથી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઇડિંગ, ગાંધીનગર સુધી આયાતી કોલસાનું નવા ગંતવ્ય માટેનું પ્રથમ લોડિંગ રાજકોટ ડિવિઝન માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ડિવિઝન દ્વારા વર્તમાન માલવાહક ટ્રાફિક માટે નવા ગંતવ્યોની ઓળખ કરવા અને વધુને વધુ માલને રેલ પરિવહન તરફ આકર્ષિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા પ્રયાસોથી રેલવેની માલભાડાની આવકમાં વધારો થવાની સાથે-સાથે ઉદ્યોગોને સલામત, વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ પરિવહન સુવિધા પૂરી પાડવામાં મદદ મળશે.
તેમણે ઉમેર્યું હતું કે, નવા ઓરિજિન-ડેસ્ટિનેશન પેર વિકસાવવાથી રેલ માલ પરિવહન નેટવર્કનો વિસ્તાર થશે અને વિવિધ ઉદ્યોગો સુધી મોટા જથ્થામાં માલનો સરળ અને કાર્યક્ષમ પુરવઠો પહોંચાડવાને પ્રોત્સાહન મળશે. બેડી પોર્ટથી ગાંધીનગર સુધી આયાતી કોલસા માટે આ નવા ગંતવ્યનો વિકાસ એ રાજકોટ ડિવિઝનના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના સતત પ્રયાસોનું મહત્વપૂર્ણ પરિણામ છે.
આ સિદ્ધિ પર રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનમાં માલવાહક ટ્રાફિક વધારવા માટે વર્તમાન માલ પરિવહનના નવા ગંતવ્યોની સતત ઓળખ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે નવા ગંતવ્યો સુધી માલ લોડિંગ શરૂ થવાથી રેલવેના માલ પરિવહન નેટવર્કનો વિસ્તાર થાય છે અને ઉદ્યોગોને રેલ પરિવહન સાથે જોડવાની નવી તકો મળે છે. બેડી પોર્ટથી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઇડિંગ, ગાંધીનગર સુધી આયાતી કોલસાનું આ પ્રથમ લોડિંગ નવા ગંતવ્યના વિકાસનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. રાજકોટ ડિવિઝન ભવિષ્યમાં પણ માલ પરિવહનની નવી તકો વિકસાવવા માટે સતત પ્રયાસરત રહેશે.
રાજકોટ ડિવિઝન દ્વારા વધુ ગંતવ્ય, વધુ તકો, વધુ સશક્ત રેલવેના ઉદ્દેશ્ય સાથે વર્તમાન માલવાહક ટ્રાફિક માટે નવા ગંતવ્યો વિકસાવવા અને વધુને વધુ માલને રેલ પરિવહન તરફ આકર્ષિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આનાથી રેલ માલ પરિવહનના વિસ્તરણ સાથે રેલવેની માલભાડા આવકમાં વધારો કરવામાં પણ યોગદાન મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application