2023-24માં ક્રેડિટ કાર્ડનો ખર્ચ 27% વધીને રૂ. 18.26 ટ્રિલિયન થયો : RBI

  • April 25, 2024 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2023-24માં ક્રેડિટ કાર્ડનો ખર્ચ વાર્ષિક ધોરણે 27 ટકા વધીને રૂ. 18.26 ટ્રિલિયન થયો હતો, જે ગયા વર્ષે લગભગ રૂ. 14 ટ્રિલિયન હતો. હાલમાં જ રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર માર્ચ 2024માં, ક્રેડિટ કાર્ડનો ખર્ચ ફેબ્રુઆરીમાં રૂ. 1.49 ટ્રિલિયનથી લગભગ 10.07 ટકા વધીને રૂ. 1.64 ટ્રિલિયન થયો હતો. આ માર્ચ દરમિયાન નાણાકીય વર્ષ અને તહેવારોના વેચાણને કારણે છે. કેરએજ રેટિંગ્સના એસોસિયેટ ડિરેક્ટર સૌરભ ભાલેરાવે જણાવ્યું હતું કે, “તહેવાર અને નાણાકીય વર્ષનો અંત હોવાથી વધુ વ્યવહારો થવાની સંભાવના છે. ક્રેડિટ કાર્ડનો ખર્ચ વધતો રહેશે જો કે ઊંચા આધાર અને નિયમનકારી ચકાસણીને કારણે તે મધ્યમ થવાની શક્યતા છે,” 


કુલ રૂ. 1.64 ટ્રિલિયન ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનમાંથી, દેશમાં પોઈન્ટ ઓફ સેલ ફેબ્રુઆરીમાં રૂ. 54,431.48 કરોડથી વધીને માર્ચમાં રૂ. 60,378 કરોડ થયો હતો. આ દરમિયાન, ઈ-કોમર્સ પેમેન્ટ્સ રૂ. 95,000 કરોડથી રૂ. 1.05 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે. ટોચના કાર્ડમાં, એચડીએફસી બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ માર્ચમાં રૂ. 43,471.29 કરોડ હતો, જે ફેબ્રુઆરીના રૂ. 40,288.51 કરોડ કરતાં 8.57 ટકા વધુ હતો. એક્સિસ બેન્કે માર્ચમાં ટ્રાન્ઝેક્શનમાં 8.05 ટકાની વૃદ્ધિ નોંધાવી, જે રૂ. 18,941.31 કરોડ થઈ હતી. ફેબ્રુઆરીમાં તે  રૂ. 17,528.97 કરોડ હતી. દરમિયાન, આઇસીઆઇસીઆઇ બેન્કના ક્રેડિટ કાર્ડ પરનો ખર્ચ ફેબ્રુઆરીમાં રૂ. 26,843.03 કરોડથી માર્ચમાં 14.49 ટકા વધીને રૂ. 30,733.11 કરોડ થયો હતો.


ઉપરાંત, એસબીઆઇ કાર્ડના વ્યવહારો 7.32 ટકા વધીને રૂ. 24,949.17 કરોડ થયા છે. ભારતમાં બેંકો દ્વારા જારી કરાયેલા ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા માર્ચ 2024માં વધીને 101 મિલિયન થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2024ના અંતે તે 100.60 મિલિયન હતી. એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવામાં અગ્રેસર છે અને લેન્ડર્સના કાર્ડ 20.59 મિલિયન છે. 18.89 મિલિયન કાર્ડ સાથે એસબીઆઇ કાર્ડ, આઇસીઆઇસીઆઇ બેંક (16.95 મિલિયન) અને 14.21 મિલિયન કાર્ડ સાથે એક્સિસ બેંકનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application