સલાયા નગરપાલિકા બાકી વેરા માટે એકશન મોડમાં: ૨.૨૨ કરોડ જેટલો ગામનો વેરો બાકી
નગરપાલિકા દ્વારા બાકી વેરાની ઉઘરાણી માટે જુદાજુદા એરિયામાં ટીમ બનાવી કરવામાં આવશે કલેક્શન
સલાયા નગર પાલિકામાં હમણાં ચીફ ઓફિસર તરીકે નાયબ મામલતદાર વિજયકુમાર સોલંકીની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવેલ છે. ત્યારબાદ સલાયાના પ્રાણ પ્રશ્ન સફાઈ તેમજ અટકેલા વિકાસ કાર્યો માટે ચીફ ઓફિસર દ્વારા એકશન પ્લાન બનાવાયો છે. જે અનુસંધાને સૌ પ્રથમ નગરપાલિકાનો બાકી નીકળતો વેરો લેવા પ્લાન ઘડવામાં આવ્યો છે. હાલમાં નગરપાલિકાના સ્વભંડોળ ખુબજ ઓછું છે. તેથી જો બાકી વેરાની રકમ આવશે તો વધુ સફાઈ કામદારોને કામે રાખી સફાઈ ઝુંબેશમાં પણ વધારો કરવામાં આવશે તેમજ વાહનો જે બંધ પડ્યા છે તેને પણ જરૂરી રિપેર કરાવી અને સફાઈ કામ માટે ઉપયોગમાં લેવાશે.આમ બાકી વેરો તુરંત ભરવા ચીફ ઓફિસરે ગ્રામજનોને તાકીદ કરી છે. જેમાં જુદા જુદા સ્થળેથી જાહેર એલાન તેમજ જુદા જુદા વિસ્તારોમાં જાહેર નોટિસો મારવામાં આવી છે. અને કડક સૂચના અપાઈ છે જો નિયત સમય મર્યાદામાં બાકી વેરા નહીં ભરાઈ તો નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.
ટૂંક સમયમાં જુદી જુદી ટીમો બનાવી અને જુદાજુદા વિસ્તારોમાં બાકી લેણા માટે નગરપાલિકા સ્ટાફ જસે અને એમનો વેરો ભરવા જણાવશે.ગ્રામજનોને પણ આ તકે તાકીદ કરાઈ છે કે બાકી લહેણુ સમયસર ભરી જાય.
સલાયા નગરપાલિકાનો ચાલુ નાણાકીય વર્ષ મુજબ આજ દિવસ સુધીનો બાકી વેરો રૂપિયા ૨,૨૧,૮૨૯૫૧/- ( બે કરોડ એકવીસ લાખ બીયાસી હજાર નવસો એકાવન) રૂપિયા થાય છે. આટલી માતબર રકમ બાકી નીકળતી હોય નગર પાલીકાના સ્વભંડોળમાં ખૂબ મોટો ઘટાડો જણાઈ રહ્યો છે. આ બાકી રકમની જો ભરપાઈ થાય તો નગરપાલિકા પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નવા વાહનો અને કર્મચારીઓને લગાડી શકે જેથી સફાઈ અને સ્ટ્રીટ લાઈટો તેમજ અન્ય કામોમાં ઝડપ થઈ શકે એમ છે.
સલાયા નગરપાલિકા દ્વારા બાકી રહેલા ટેકસની વિગતો જાહેર કરાઇ છે જેમાં જનરલ ટેક્સ - ૯૭૦૯૪૭૦, એજ્યુકેશન ટેક્સ - ૫૭૮૨૫૬, જનરલ ક્લિનિંગ ટેક્સ - ૧૭૮૨૮૬૯, સ્ટ્રીટ લાઇટ ટેક્સ - ૭૫૬૧૧૩, પાણીનો ટેક્સ - ૯૩૫૬૨૪૩ કુલ ૨,૨૧,૮૨,૯૫૧ આ મુજબ ગામનો વેરો બાકી રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application