જામનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ૩૯૮.૮૧ કરોડના કામનો સૈઘ્ધાંતિક સ્વીકાર
જામનગર મહાનગરપાલીકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ૩૯૮.૮૧ કરોડના કામનો સૈઘ્ધાતીંક સ્વીકાર કરવામાં આવ્યો છે. વોર્ડ નં.૧૧માં સીસી રોડ બનાવવાની કમિશ્ર્નરની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. શ્રાવણી લોકમેળામાં સ્ટેજ,મંડપના કામનો અધધ૧૦.૭૨ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.
જામનગર મહાનગરપાલીકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક આજરોજ ચેરમેન ધીરેનકુમાર મોનાણીના અઘ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ડેપ્યુટી મેયર રાકેશભાઇ ડેર, ડેપ્યુટી કમિશ્ર્નર દેવેન્દ્વસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની તથા ૮ સભ્યો હાજર રહ્યા હતાં. બેઠકમાં સ્ટેટ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત જામનગર સીવીલ ગાર્ડન શાખા દ્વારા હાઇડ્રોલીક બે ટ્રીમીંગ મીશન ખરીદ કરવાના કામ તથા બે ડ્રાઇવરો ૩ વર્ષ માટે એજન્સી દ્વારા આપવા અંગે ૩૫.૮૪ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. જયારે વોર્ડ નં.૧૧માં લોકભાગીદારી સ્કીમ અંતર્ગત ટીપી સ્કીમ નં.૬ માં સીસી રોડ બનાવવાની કમિશ્ર્નરની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.
સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ૨૦૨૬-૨૭ની ગ્રાન્ટ અંતર્ગત આંતરમાળખાકીય સુવિધાના ૨૭૭૩૬.૧૭ લાખ, શહેરી સડક યોજના અંતર્ગતના ૫૨૪૪.૪૦ લાખના કામ અને આઉટ ગ્રોથ વિસ્તારના ૬૯૦૦.૯૮ કરોડના કામનો સૈઘ્ધાતીંક સ્વીકાર કરવામાં આવ્યો હતો. તદઉપરાંત વોર્ડ નં.૨માં ગાંધીનગર સ્મશાનની કમ્પાઉન્ડ વોલના કામમાં બચત રકમમાંથી વધારાના કામ માટે ૩.૨૨ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. સાથે સાથે ડામર, સીસી રોડના કામે હયાત પાણીની લાઇન બદલાવવાના કિસ્સામાં વોટર કનેકશનો ટ્રાન્સફર કરવાની દરખાસ્ત્ ભલામણ સાથે જનરલ બોર્ડમાં મોકલવાનો નિર્ણય કરાયો હતો. શ્રાવણી લોકમેળા-૨૦૨૬માં સ્ટેજ, મંડપના કામ માટે ૧૦.૭૨ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. આમ સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ૩૯૮.૮૧ કરોડના ખર્ચનો સૈઘ્ધાતીંક સ્વીકાર અને અડધા કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.