જામનગર મહાપાલીકાની ચૂંટણીમાં ૪૦૬૪ મત નોટામાં પડયા, ૬૬ મત અમાન્ય રહ્યા
૮૫૨૧૮૪ માન્ય મત નોંધાયા, સૌથી વધુ વોર્ડ નં.૧૧ માં ૩૭૩ મતદારે નોટાનું બટન દબાવ્યું
દરેક વોર્ડમાં ૧૦૦થી વધુ મતદારોએ તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો પ્રત્યે અણગમો દર્શાવ્યો
જામનગર મહાનગરપાલીકાની ચૂંંટણીમાં ૪૦૬૪ મત નોટામાં પડયા હોવાનું નોંધાયું છે. ૬૬ મત અમાન્ય રહ્યા છે. કુલ ૧૬ વોર્ડમાં ૮૫૨૧૮૪ માન્ય મત નોંધાયા છે. સૌથી વધુ વોર્ડ નં.૧૧ માં ૩૭૩ મતદારે નોટાનું બટન દબાવ્યું છે. દરેક વોર્ડમાં ૧૦૦ થી વધુ મતદારોએ તમામ રાજકીય પક્ષ અને ઉમેદવારો પ્રત્યે અણગમો દર્શાવ્યો છે.
જામનગર મહાનગરપાલીકાના કુલ ૧૬ વોર્ડની ૬૪ બેઠકમાંથી એક બેઠક બીનહરીફ થતાં ૬૩ બેઠક પર મતદાન થયું હતું. ગઇકાલે મતગણતરીના અંતે પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપને ૬૦ બેઠક સાથે જંગી બહુમતી મળી છે. જયારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને બે-બે બેઠક મળી છે. મહાનગરપાલીકાના ચૂંટણી જંગમાં ૧૬ વોર્ડમાં કુલ ૮૫૨૧૮૪ માન્ય મત નોંધાયા હતાં. જયારે ૪૦૬૪ મત નોટામાં પડયા હતાં. જેમાં વોર્ડ નં.૧ માં ૩૪૩, વોર્ડ નં.૨ માં ૨૪૮, ૩ માં ૧૯૫, ૪ માં ૧૮૧, પાંચમાં ૨૭૮, ૬ માં ૧૪૪, સાતમાં ૨૫૬, આઠમાં ૨૯૨, નવમાં ૨૨૩, ૧૦ માં ૨૭૯, ૧૧ માં૨૧૩, ૧૨ માં ૨૧૩, ૧૩ માં ૨૩૫, ૧૪માં ૨૫૨, ૧૫માં ૩૩૫ અને વોર્ડ નં.૧૬ માં ૨૧૭ મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. આમ દરેક વોર્ડમાં ૧૦૦થી વધુ મતદારોએ નોટાનું બટન દબાવી ચૂંટણી જંગમાં રહેલા તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો પ્રત્યે અણગમો દર્શાવ્યો હતો. જયારે ૬૬ મત અમાન્ય રહ્યા હતાં.
જેમાં વોર્ડ નં.૧ માં ૪, બે માં ૯, ૩ માં ૫, ચારમાં ૮, પાંચમાં ૧૨, ૬ માં ૧૦, સાતમાં ૬, આઠમાં ૮, ૧૪ માં , ૧૫ માં૧ મતનો સમાવેશ થાય છે. જયારે વોર્ડ નં.૯,૧૦,૧૧,૧૨,૧૩ માં એક પણ મત અમાન્ય નોંધાયો ન હતો.