BREAKING NEWS

જામનગર  :  ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી સેતાવાડ ખાતે પેથોલોજી લેબનો પ્રારંભ

  • May 01, 2026 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર  :ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી સેતાવાડ​​​​​​​​​​​​​​ ખાતે પેથોલોજી લેબનો પ્રારંભ 



ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, જામનગર જિલ્લા શાખા દ્વારા, ગુલાબ કુંવરબા ટ્રસ્ટના સહયોગથી તા. ૦૧/૦૫/૨૦૨૬, શુક્રવારના રોજ ગુલાબ કુંવરબા, સેતાવાડ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ પેથોલોજી લેબનું શુભારંભ થયો. આ નવી પેથોલોજી લેબ શહેર અને આસપાસના નાગરિકોને ગુણવત્તાસભર, ઝડપી અને વિશ્વસનીય આરોગ્ય તપાસ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરવામાં આવી છે.



આ પેથોલોજી લેબમાં વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, ડાયાબિટીસ ચકાસણી, થાયરોઈડ ટેસ્ટ, લિવર-કિડની ફંક્શન ટેસ્ટ સહિત અનેક આરોગ્ય તપાસો અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. સામાન્ય નાગરિકોને યોગ્ય દરે અને વિશ્વાસપૂર્વકની સેવા મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.



ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી હંમેશાં સેવા, સમર્પણ અને માનવતાના સિદ્ધાંતો સાથે કાર્યરત રહી છે. હવે આ પેથોલોજી લેબ દ્વારા આરોગ્ય ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જે સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના અને પરિવારના આરોગ્ય માટે નિયમિત ચકાસણી કરાવે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની આ આધુનિક પેથોલોજી લેબની સેવાઓનો લાભ લે.


​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application