BREAKING NEWS

જામનગરમાં ઇન્સ્ટાગ્રામની લિંક ખોલતા ખાતામાંથી ૧.૬૫ લાખ ગાયબ

  • November 02, 2026 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ઇન્સ્ટાગ્રામની લિંક ખોલતા ખાતામાંથી ૧.૬૫ લાખ ગાયબ

જામનગર શહેરમાં સાઇબર છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા યુવાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આવેલી અજાણી લિંક ખોલ્યા બાદ તેમનો મોબાઇલ અચાનક બંધ થઈ ગયો હતો. ત્યારબાદ બેંક ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. ૧,૬૫,૩૮૮ ઉપડી જતાં અજાણ્યા સાઇબર ગઠિયાઓ સામે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં વાલસુરા રોડ પર રહેતા દીપકભાઈ બાબુભાઈ પરમાર (ઉં.વ. ૪૪)એ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ તેઓ હોટલમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અજાણી આઈડી પરથી એક લિંક આવી હતી. આ લિંક ખોલતાં જ તે આપમેળે ડાઉનલોડ થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ લિંક જોવા મળી ન હતી.આ ઘટનાના થોડા સમય બાદ તેમનો મોબાઇલ અચાનક બંધ થઈ ગયો હતો અને આશરે બે કલાક બાદ આપમેળે ચાલુ થયો હતો. બીજા દિવસે એટલે કે તા. ૧૮ ઓક્ટોબરના રોજ સાંજના સમયે ફરીથી મોબાઇલ બંધ થઈ ગયો હતો.

દરમિયાન ફરિયાદી એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા ગયા હતા, પરંતુ પૈસા ઉપડી શક્યા ન હતા. જેથી બેંક ખાતાની તપાસ કરતાં અજાણ્યા શખ્સોએ તેમના ખાતામાંથી રકમ ઉપાડી લીધી હોવાનું સામે આવ્યું હતું ઇન્સ્ટાગ્રામ પર આવેલી અજાણી લિંક ખોલ્યા બાદ મોબાઇલમાં સર્જાયેલી સમસ્યા અને ત્યારબાદ બેંક ખાતામાંથી રકમ ઉપડી જવાની ઘટનાને પગલે ફરિયાદીએ સાઇબર છેતરપિંડી થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ મામલે દીપકભાઈ પરમારે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા આરોપીઓ સામે બીએનએસ તથા આઇટી એકટ મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસે  તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application