એસપી ડો. રવિ મોહન સૈનીએ જામનગર જીલ્લામાં નાસતા ફરતા કેદીઓને પકડી પાડવા સુચના કરેલ જેથી ગ્રામ્ય નાયબ પોલીસ અધીક્ષક પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પીએસઆઇ રાઠોડ તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગર જીલ્લામાં બીજા એડી. ચીફ. જયુડી મેજીની કોર્ટના ક્રીમીનલ કેસના કામે આરોપી જુનેદ ફારૂક લામલણી રહે. ફતેહપુરા, ધ્રોલવાળાને છ મહીનાની સાદી કેદની સજા ફરમાવેલ જે કોર્ટના સજા હુકમના કામે નાસ્તો ફરતો હોય જેને બાતમી આધારે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો હતો.આરોપી જેલ હવાલે થયો