↵જામનગરમાં આકરો તાપ : કયાં છે શિયાળો
આસો મહિનો મધ્યાહને પહોંચ્યો છે ત્યારે પણ ઠંડીના આગમન કંઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી જામનગર શહેર જિલ્લા તથા સમગ્ર હાલારમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો ચઢ ઉતર જોવા મળી આજે મહત્તમ તાપમાન પારો ૩૭ને પાર કરીને ૩૭.૨ પહોંચતા નગરજનો,ગ્રામજનો સહિત પશુપંખીઓ પણ અકળાઈ ઉઠ્યા છે.
કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન ૩૭.૨ લઘુતમ તાપમાન ૨૧.૨ ભેજનું પ્રમાણ ૬૮ ટકા અને પવનની ગતિ ૩.૫ રહેવા પામી છે.જામનગર શહેરમાં ગરમીનો માહોલ યથાવત્ રહેતાં નાગરિકોને ગરમ હવામાનનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં મહત્તમ તાપમાન ૩૭.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૧.૨ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં વધઘટ વચ્ચે શહેરમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા નોંધાયું હતું, જ્યારે પવનની ગતિ ૩.૫ કિમી પ્રતિ કલાક રહી હતી. મહત્તમ તાપમાન ઊંચું રહેતાં દિવસ દરમિયાન ગરમીની અસર જોવા મળી હતી. ખાસ કરીને બપોરના સમયે તડકાના કારણે લોકોને ગરમ વાતાવરણનો અનુભવ થયો હતો. બીજી તરફ, લઘુતમ તાપમાન ૨૧.૨ ડિગ્રી રહેતાં દિવસ અને રાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. ભેજ અને તાપમાનની સ્થિતિને કારણે હવામાનમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. શહેરમાં ગરમીના પ્રમાણ વચ્ચે નાગરિકો દિવસ દરમિયાન તડકાથી બચવા સાવચેતી રાખતા જોવા મળ્યા હતા.
સૂર્યનારાયણના પ્રકોપનો સામનો જામનગરવાસીઓ કરી રહ્યા છે અલબત્ત,મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી વાતાવરણમાં હજુય નોર્મલ ઠંડીનો માહોલ જળવાઈ રહે છે. આમ, બપોરે આકરો તાપ અને પરોઢિયે ઠંડક એમ એક જ - દિવસમાં બેવડી ઋતુનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. ઋતુચક્રના આ અચાનક બદલાવના કારણે લોકોના આરોગ્ય પર પણ વિપરીત અસરો પડી રહી છે.
બીજી બાજુ બેવડી ઋતુથી વાયરલ ઈન્ફેક્શન ખાસ કરી શરદી, ઉધરસ, તાવ, અને ગળાના ઈન્ફેક્શન જેવા વાયરલ રોગોના દર્દીઓ વધી રહ્યા છે.જેના પગલે સરકારી સહિત ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની ખાસ્સી ભીડ જોવા મળે છે.મૌસમના યુ ટર્નથી વાતાવરણમાં પલટાની અસર જનજીવન પર વર્તાઈ રહી છે.હજુ શિયાળાના આગમન માટે લોકોએ રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.