મરીન ટાસ્ક ફોર્સ, જામનગર દ્વારા ફૂટ પેટ્રોલિંગ દ્વારા "સઘન કોસ્ટલ પેટ્રોલિંગ"નું આયોજન કરાયું....
જ્યારે કોઇપણ આતંકવાદી ઘટના બને છે ત્યારે તે સમયગાળો કટોકટીપૂર્ણ અને અગત્યનો હોય છે. તેજ પ્રમાણે આતંકવાદી ઘટના તુરંત બાદનો સમયગાળો હાઇ એલર્ટનો સમય હોઇ અગત્યનો હોય છે.
ઉપરોક્ત બંને સમયગાળાઓ કરતાં પણ વધુ અગત્યનો સમયગાળો હાઇ એલર્ટ બાદ થાળે પડેલ અને નોર્મલ બનેલ પરિસ્થિતિ દરમિયાનનો હોય છે. કારણ કે, આ સમયગાળામાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો ઉપર મુજબના કટોકટીપૂર્ણ સમયગાળાઓમાંથી પસાર થવું પડતું નથી.
આ બાબતે ધ્યાને લઈ દરિયાઇ સુરક્ષાને વધુ મજબુત બનાવવા સારૂ ખીજડીયા થી સચાણા જેટી તથા દરિયાઈ વિસ્તારમાં સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા સર તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી એલ માલ તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમાર સરના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પો.ઈ. ડી આર યાદવ તથા પો.સ.ઈ. ડી.એચ.જાડેજા અને તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે તા.17/02/2026 ના રોજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા "સઘન કોસ્ટલ પેટ્રોલિંગ"નું આયોજન કરવામાં આવેલ હતું.
આ "સઘન કોસ્ટલ પેટ્રોલિંગ" દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ બોટ, અવવારૂ જગ્યાઓની ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી.