BREAKING NEWS

જામનગર જિલ્લાના ચાર નાયબ મામલતદારની આંતરિક બદલી

  • August 11, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના ચાર નાયબ મામલતદારની આંતરિક બદલી

૬ નાયબ મામલતદારને મૂળ ફરજ સાથે વધારાનો ચાર્જ સોંપાયો

લાલપુર, જામજોઘપુર, જામનગર કચેરીના અધિકારીઓનો સમાવેશ

જામનગર જિલ્લાના ચાર નાયબ મામલતદારની આંતરિક બદલી કરવામાં આવી છે. ૬ નાયબ મામલતદારને મૂળ ફરજ સાથે વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.જેમાં લાલપુર, જામજોઘપુર, જામનગર તાલુકાની કચેરીના અધિકારીઓનો સમાવેશ થાય છે.

જામનગર જિલ્લા કલેકટર પી.બી.પંડયા દ્વારા ચાર નાયબ મામલતદારની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં કલેકટર કચેરીમાં અછત નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ડી.જી.ત્રિવેદીને જામજોધપુર મામલતદાર કચેરી નાયબ મામલતદાર (દબાણ), લાલપુર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર(પુરવઠા) વી.આર.લગારીયાને જામનગર કલેકટર કચેરી નાયબ મામલતદાર(અછત), જામજોઘપુર મામલતદાર કચેરીના રવિરાજસિંહ ડી.ઝાલા નાયબ મામલતદાર(દબાણ)ને જામનગર ગુજરાત રાજય સહકારી અને ગ્રામીણ વિકાસ બેંકના ખાસ વસૂલાત અધિકારી, લાલપુર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર વી.ટી.નંદાસણાન(મહેકમ)ને નાયબ મામલતદાર(પુરવઠા), લાલપુર કચેરી ખાતે બદલી કરવામાં આવી છે. 

જયારે જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર(દબાણ)તરીકે ફરજ બજાવતા વી.એચ.ગોહીલને સીકકા નગરપાલીકાના ચીફ ઓફીસરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. તદઉપરાંત જોડીયા નાયબ મામલતદાર આર.બી.બાવરવાને  ઠેબા ઘાસ ડેપોનો વધારાનો ચાર્જ સોંપી જોડીયા તથા ધ્રોલ તાલુકા માટે કામગીરી કરવા, લાલપુરના નાયબ મામલતદાર એચ.બી.સોલંકીને ખડખંભાળીયા ઘાસ ડેપોનો વધારાનો ચાર્જ સોંપી લાલપુર તાલુકા માટે કામગીરી કરવા, જામનગર ગ્રામ્યના નાયબ મામલતદાર(દબાણ) ડી.જે.સ્વામીને ઠેબા ઘાસ ડેપોમાં જામનગર તાલુકાની કામગીરી તથા જામજોધપુરના નાયબ મામલતદાર(દબાણ)એમ.સી.ટમાલીયાને જાજોઘપુર ઘાસ ડેપોનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application