BREAKING NEWS

જામનગરની કથામાં છ મહિલાઓના સોનાના ચેન સેરવી લેનાર તસ્કર ગેંગને પકડવા પોલીસની ત્રણ ટુકડી દ્વારા તપાસનો ધમધમાટ

  • November 01, 2025 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં શરૂ સેક્શન રોડ પર પટેલ વાડી વિસ્તારમાં ફલીયા પરિવાર દ્વારા જીગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું, જે સ્થળે અંતિમ દિવસે મહાપ્રસાદ વેળાએ ગિર્દીનો લાભ લઇ અલગ અલગ છ શ્રોતા ગણ મહિલાના ગળામાંથી કોઈ તસ્કરો ૪.૪૫ લાખની કિંમતના સોના ના છ નંગ ચેઇન સેરવીને લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાયા બાદ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને સીટી બી. ડિવિઝન ની ત્રણ પોલીસ ટુકડીઓ દોડતી થઈ છે.


 રાજકોટ લીંબડી અને હાલોલ પંથકમાં પોલીસ ટીમોએ ધામા નાખીને કેટલાક શકમંદો ને ઉઠાવી લીધા છે, અને સમગ્ર સોનાના ચેન સેરવી લેવાના પ્રકરણમાં પોલીસને સફળતા મળીજાય અને તમામ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તે મનાઈ રહ્યું છે.


 જામનગરના શરૂ સેકશન રોડ પર પટેલ વાડી વિસ્તારમાં યોજાયેલી ફલિયા પરિવારની શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન ગત ૨૯ તારીખના બપોરના એકાદ વાગ્યાના સમયે મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું, અને કથા શ્રવણ કરવા આવેલા અનેક મહિલા સહિતના નગરજનો ભોજન પ્રસાદ આરોગી રહ્યા હતા.


જે ગી૨દીનો લાભ લઈને કેટલીક મહિલાઓ સહિતની તસ્કર ગેંગ સક્રિય બની હતી, અને અલગ અલગ છ મહિલાઓના ગળામાંથી સોનાના ચેન સેરવી લેવાયા હતા, જે તમામ મહિલાઓ દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન પોલીસ ટીમ તુરતજ હરકતમાં આવી ગઈ હતી.


 જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈનીની આગેવાનીમાં સીટી-બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝા તથા પી.એસ.આઇ એમ.વી. મોઢવાડિયા અને તેઓની અલગ અલગ ૩ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો હતો, અને સૌ પ્રથમ એક દેવીપુજક મહિલાને અટકાવીને તેની ઘનિષ્ટ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી, અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળવા લાગી હતી.

​​​​​​​જેથી પોલીસની ત્રણ અલગ અલગ ટુકડીઓ જેમાં એક ને રાજકોટ, બીજી ટુકડીને લીંબડી, અને ત્રીજી ટુકડીને હાલોલ તરફ રવાના કરી દેવામાં આવી છે, ત્યાંથી પોલીસે કેટલાક શકમંદોને ઉઠાવી લીધા છે, અને તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે. નજીકના ભવિષ્યમાં જ ઉપરોક્ત તમામ સોનાના ચેનની ચોરી અંગેના ભેદ ઉકેલાઈ જાય, તેવી શકયતાઓ પોલીસ સુત્રોએ વ્યકત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application