BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી કેતન પી.જોષીની અધ્યક્ષતામાં યોજાઈ

  • October 17, 2026 04:31 PM 

દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી કેતન પી.જોષીની અધ્યક્ષતામાં યોજાઈ

જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં લોકહિતલક્ષી પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક ખંભાળિયા ખાતે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારી કેતન પી.જોષીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. 

રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા તથા ધારાસભ્ય મુળુભાઇ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં પ્રવર્તમાન સમયમાં વરસાદની ઘટને પરિણામે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ તેમજ વૈકલ્પિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરાઈ હતી. ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી કેતન પી.જોષીએ પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા જનહિતલક્ષી પ્રશ્નોને પ્રાથમિકતા આપી તેનો યોગ્ય ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. તેમજ જમીન માપણી, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, શિક્ષણ, આરોગ્ય સહિતના પ્રશ્નો વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 

આ બેઠકમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઈ જેઠવા, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.પી.જોષી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application