જામનગર: જેલ મોબાઇલ નેટવર્કમાં વધુ બે આરોપીની અટક
બે જુદી જુદી તપાસમાં અત્યાર સુધી એક ડઝનનો કબ્જો લેવાયો
જામનગર જીલ્લા જેલમાં ગત મહિનાઓમાં મોબાઇલ મળી આવતા સીટી-એમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી અને આ અંગેની તપાસ સાયબર ક્રાઇમ પોલીસને સોપવમાં આવી હતી જેમાં અત્યાર સુધી ૧૨ શખ્સોની અટકાયત કરીને તપાસ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી.
જેલમાંથી મોબાઇલનો ગેરકાયદે ઉપયોગ થયાનું અને બે જુદી જુદી પોલીસ ફરીયાદ દાખલ થઇ હતી જેમાં ૨૦૨૨ની સાલમાં બે મોબાઇલ મળી આવ્યા હતા અને ૨૦૨૬માં એક મોબાઇલ મળી આવ્યો હતો જે બાબતની જીણવટભરી તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ ધાસુરાને સોપવામાં આવી હતી એ પછી ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ લંબાવી અગાઉ આ અંગેની કાર્યવાહીમાં જેલ ખાતેથી સંડોવાયેલા આરોપીઓનો કબ્જો લેવામાં આવ્યો હતો અને પુછપરછ કરી હતી.
દરમ્યાનમાં તાજેતરમાં પાંચ આરોપીઓની અટક કરાઇ હતી અને જેલ મોબાઇલ પ્રકરણમાં વધુ બે આરોપી આરંભડાના અનિલ ઉમેશ બાંભણીયા અને જામનગરના આરીફ મહમદનો કબ્જો લઇ અટકાયત બાદ જેલ હવાલે કર્યા છે. અગાઉની ફરીયાદમાં ૩ શખ્સો અને ૨૦૨૬ની ફરીયાદમાં ૯ આરોપીની અટકાયત કરવામાં આવી છે. સંડોવણી પામેલા શખ્સોએ પરિવાર અને સબંધીઓ સાથે વાત કરી હોવાનું જાણવા મળ્યુ છે.