BREAKING NEWS

ખંભાળિયા: નંદાણા સીમ વિસ્તારમાંથી જામગરી બંદૂક સાથે એક શખ્સ ગીરફતાર

  • August 25, 2026 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: નંદાણા સીમ વિસ્તારમાંથી જામગરી બંદૂક સાથે એક શખ્સ ગીરફતાર

​​​​​​​નિર્લિપ્ત રાય, નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ તથા  જયરાજસિંહ વાળા, પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા દ્વારા ધાતક હથીયારો સાથે રાખી ગુન્હાઓ આચરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વી.એ.રાણા, પોલીસ ઈન્સ્પેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા નાઓને જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપેલ.
જે અનુસંધાને તારીખ ૨૩/૦૮/૨૦૨૬ના રોજ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  એ.એસ.આઈ. ઈરફાનભાઈ ખીરા તથા એ.એસ.આઈ. સજુભા જાડેજાને બાતમીદારથી ખાનગી રાહે સંયુક્તમાં બાતમી હકિકત મળેલ કે, પ્રવિણભાઈ જોધાભાઈ ભોચીયા, ઉ.વ.૩૫, રહે.ભાટીયા ગામ, યોગલા ધાર, સોનલ હોટલની સામે, તા.કલ્યાણપુર, જીલ્લો.દેવભૂમિ દ્વારકા નામ વાળા ઇસમ પાસે ગેરકાયદેસર રીતે સક્ષમ અધિકારીના પાસ પરવાના વગરની દેશી હાથ બનાવટની ઉપરથી ભરવાની જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર) છે અને હાલ તે નંદાણા ગામની ઢેબા સીમ વિસ્તારમાં જંગલી જાળીમાં જંગલી જાનવરનો શિકાર કરવા આટા ફેરા કરે છે.

ચોક્કસ બાતમી હકિકત મળતા તુરત જ જરૂરી તમામ કાર્યવાહી પુર્ણ કરી હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક ઇસમ હાજર મળી આવેલ જેના નામ અંગે ખરાઇ કરતા મજકુર ઇસમ પોતાનુ નામ-સરનામું પ્રવિણભાઈ જોધાભાઈ ભોચીયા, ઉ.વ.૩૫, રહે.ભાટીયા ગામ, યોગલા ધાર, સોનલ હોટલની સામે, તા.કલ્યાણપુર, જીલ્લો.દેવભૂમિ દ્વારકા હોવાનું જણાવેલ. મજકુરના હાથમાં બાતમી મુજબની જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર) કિ. ૧૫૦૦ની હોય જે પોતાના કબજામાં રાખવા અંગે સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવતો પાસ-પરવાનો ન હોય, ઉપરોક્ત ઈસમ પાસે દેશી હાથ બનાવટની ઉપરથી ભરવાની જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર) લોખંડના બેરલ તથા લાકડાના બટ્ટ વાળી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application