કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર અને રાષ્ટ્રીય બીજ નિગમ ના સંયુક્ત ઉપક્રમે તાલીમ  “આપણું બીજ આપણે જાતેજ તૈયાર કરીએ”

  • April 19, 2024 04:39 PM 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર અને રાષ્ટ્રીય બીજ નિગમ ના સંયુક્ત ઉપક્રમે તાલીમ
 “આપણું બીજ આપણે જાતેજ તૈયાર કરીએ”
    કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર ખાતે તા.૧૮.૦૪.૨૦૨૪નાં રોજ કેવીકે જામનગર અને રાષ્ટ્રીય બીજ નિગમ (NSC),ના સંયુક્ત ઉપકરમાં “આપણું બીજ આપણે જાતે જ તૈયાર કરીએ” વિષય પર ઓન કેમ્પસ તાલીમનું આયોજન કરવામાં આવેલ.  આ તાલીમમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના વિવિધ પ્રગતિશીલ ખેડૂતોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.  ડો. કે. પી. બારૈયા, સિનિયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ, કેવીકે, જામનગર અને શ્રી મનરાજ મીના, રાષ્ટ્રીય બીજ નિગમ દ્વારા દીપ પ્રગટ્ય કરીને કાર્યક્રમને ખેડૂતો માટે ખુલ્લો મુકવામાં આવેલ.  આ કાર્યક્રમ દરમ્યાન શ્રી મનરાજ મીના સાહેબે રાષ્ટ્ર્ય બીજ નિગમનું કાર્ય, બીજ ઉત્પાદન અને વિતરણ અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવેલ.  આ ઉપરાંત, ડો. કે. પી. બારૈયા સાહેબે ખેડૂતોને બીજ એટલે શું?, બીજની લાક્ષણીકતાઓ, બીજના પ્રકાર, કયા પાકોના બીજ જાતે તૈયાર કરી શકાય અને કયા નવા લેવા પડે, બીજનો ખર્ચ કેમ ઘટાડવો, પોતાનું બીજ ઉત્પાદન કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓથી લેવાની કાળજીઓ, બીજની સાચવણી અને તેમાં રોગ જીવત અંગે કાળજી, જુદાજુદા પાકોના બીજની સુધારેલ જાતો  વગેરે વિષયો ઉપર વિસ્તૃત માહિતી આપી ખેડૂતોને પોતાના બીજનો ખર્ચ ઘટાડવા અને અન્ય ખેડૂતોને વહેંચી પોતે વધુ નફો કમાવવા માટે માહિતગાર કરવામાં આવેલ.  સામે ૭૦ જેટલા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને બીજને લગતા અનેક પ્રશ્નોતરી-ચર્ચા કરીને કાર્યક્રમને ખૂબજ રસપ્રદ બનાવવામાં આવેલ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application