BREAKING NEWS

જામનગર કોર્પોરેશનના કર્મચારી ભેદી રીતે લાપત્તા

  • October 29, 2025 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર કોર્પોરેશનના કર્મચારી ભેદી રીતે લાપત્તા


જામનગર કોર્પોરેશનમાં નોકરી કરતા એક કર્મચારી ભેદી રીતે લાપતા બનતા આ અંગે પોલીસમાં ગુમ નોંધ કરાવવામાં આવતા તપાસ ચલાવવામાં આવી રહી છે. 

જામનગરના રામેશ્ર્વર નજીક માટેલ ચોક શેરી નં. ૨માં રહેતી અને મહાનગરપાલીકામાં નોકરી કરતા વિજયસિંહ કિરીટસિંહ ઝાલા (ઉ.વ.૩૯) નામનો યુવાન બે દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળ્યો હતો અચાનક લાપતા બની ગયા છે અને શોધખોળ કરવા છતા કોઇ પતો નહી સાંપડતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે. 

દરમ્યાન સીટી-બી ડીવીઝનમાં વિજયસિંહ ઝાલા ગુમ થવા અંગેની નોંધ કરાવવામાં આવતા પોલીસ દ્વારા ગુમ થનાર યુવાનની શોધખોળ આદરવામાં આવી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News