BREAKING NEWS

જામનગર જિલ્લા સરકારી વકીલ તરીકેનો હવાલો ધર્મેન્દ્ર જીવરાજાણીને સોંપાયો

  • October 27, 2026 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા સરકારી વકીલ તરીકેનો હવાલો ધર્મેન્દ્ર જીવરાજાણીને સોંપાયો

મુખ્ય જિલ્લા સરકારી વકીલ જમન ભંડેરી સહિત પાંચ સરકારી વકીલો વયનિવૃત્ત

જામનગરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી પક્ષે વિવિધ ફોજદારી અને દીવાની કેસોમાં રજૂઆત કરતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી સહિત પાંચ સરકારી વકીલો વયમર્યાદા પૂર્ણ થતાં નિવૃત્ત થયા છે. રાજ્ય સરકારના નિયત ધારાધોરણો અનુસાર આ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે.
​​​​​​​
(એઇઝ લીમીટ) વયનિવૃત્ત થયેલા સરકારી વકીલોમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી ઉપરાંત હેમેન્દ્રભાઈ મહેતા, હિતેશભાઈ સવજાણી, મુકેશભાઈ જાની અને મહિલા સરકારી વકીલ ભારતીબેન વાદીનો સમાવેશ થાય છે. આ તમામે જામનગર અદાલતમાં સરકારી પક્ષે વિવિધ કેસોમાં કાયદાકીય રજૂઆતો કરી સેવાઓ આપી હતી.
​​​​​​​
દરમિયાન, અદાલતમાં સરકારી પક્ષને લગતી દૈનિક કાર્યવાહી અને કેસોના સંચાલનમાં વિક્ષેપ ન પડે તે માટે જિલ્લા સરકારી વકીલ તરીકેનો વધારાનો હવાલો ધારાશાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ જીવરાજાણીને સોંપવામાં આવ્યો છે. આ અંગેની માહિતી નિવૃત્ત થયેલા મુખ્ય જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી દ્વારા આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application