BREAKING NEWS

જામનગરના યુવકનો ઝેરી દવા પી ને આપઘાત

  • April 24, 2026 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના યુવકનો ઝેરી દવા પી ને આપઘાત


રાજકોટ સિવિલમાં  સારવારમાં દમ તોડ્યો: કારણ અકબંધ

 
જામનગરના યુવકે ઝેરી દવા પી ને આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી પ્રસરી ગઈ છે. 


બનાવની પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં ગોકુલનગર સર્મપણ સર્કલ પાસે રહેતા રાજુ મારખીભાઈ ચાવડા (ઉ.વ.૨૬)ના યુવકે રાત્રીના એકાદ વાગ્યે ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ જામનગર જેસીસી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં ચાલુ સારવારે દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગર સી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.


આપઘાત કરનાર યુવક ભાઈ એક બહેનમાં મોટો હતો અને ખેતી કામ કરતો હતો. તેણે આવું શા માટે કર્યું એ અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે. યુવાન પુત્રના મોતથી આહીર પરિવારમાં કલ્પાત સર્જાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application