BREAKING NEWS

જામનગર​​​​​​​ : ​​​​​​​જીયો પ્લેટફોર્મ્સના આઇપીઓએ ઇતિહાસ રચ્યો: એક કરોડ અરજીઓ પાર કરનાર વિશ્ર્વનો પ્રથમ આઇપીઓ

  • October 23, 2026 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​ : ​​​​​​​જીયો પ્લેટફોર્મ્સના આઇપીઓએ ઇતિહાસ રચ્યો: એક કરોડ અરજીઓ પાર કરનાર વિશ્ર્વનો પ્રથમ આઇપીઓ

​​​​​​​

જામનગર​​​​​​​ : જીયો પ્લેટફોર્મ્સના આઇપીઓએ રોકાણકારોની અભૂતપૂર્વ હિસ્સેદારી સાથે વૈશ્વિક સ્તરે નવો ઇતિહાસ રચ્યો છે અને ઈશ્યુ બંધ થવામાં હજુ પાંચ કલાક બાકી છે ત્યારે જિઓ પ્લેટફોર્મ્સના આઇપીઓને મળેલી અરજીઓએ એક કરોડનો આંકડો પાર કરી લીધો છે. ધીરુભાઈ અંબાણીના વારસા અને મુકેશ અંબાણીના સંપત્તિ સર્જનને સામાન્ય લોકો સુધી લઈ જવાના તથા લાખો ભારતીય રોકાણકારોને સશક્ત બનાવવાના વિઝનને આ સીમાચિન્હ આગળ ધપાવે છે. આ સાથે જિઓનો આ આઇપીઓ એક કરોડ અરજીઓ પાર કરનાર વિશ્વનો પ્રથમ આઇપીઓ બની ગયો છે, જેણે વારી એનર્જીઝને પ્રાપ્ત અંદાજે ૯૭ લાખ અરજીઓના અગાઉ નોંધાયેલા વિશ્વ વિક્રમને પાછળ છોડી દીધો છે. અગાઉના મોટા આઇપીઓમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને બીસીસીએલ ભારતના વિક્રમ બનાવનારાઓમાં સામેલ હતા, જેમાં અંદાજે ૯૦ લાખ અરજીઓ આવી હતી. જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણકારોએ ગાઢ રૂચિ દર્શાવતા આ અભૂતપૂર્વ રોકાણકાર ભાગીદારી જોવા મળી છે અને હજુ પણ બીડિંગ ચાલુ હોવાથી કૂલ અરજીઓની સંખ્યા હજુ પણ ઉચ્ચ વૈશ્વિક સીમાચિન્હ સ્થાપિત કરી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application