BREAKING NEWS

ખંભાળિયાના યુવા નેતા જીતેન્દ્વ કણઝારિયાએ રાજયસભાના સાંસદ માટે ફોર્મ ભર્યું

  • June 08, 2026 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના યુવા નેતા જીતેન્દ્વ કણઝારિયાએ રાજયસભાના સાંસદ માટે ફોર્મ ભર્યું

ગાંધીનગરમાં ભાજપના અન્ય ઉમેદવારો સાથે વિજયમૂર્હુતમાં નામાંકન પત્ર રજૂ કર્યું

ભાજપ પાસે ૧૬૧ ધારાસભ્યના સંખ્યાબળના કારણે તમામ બેઠક બીનહરીફ: હાલારમાં ઇતિહાસ રચાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના યુવા નેતા જીતેન્દ્વ કણઝારિયાએ રાજયસભાના સાંસદ માટે આજે ફોર્મ ભર્યું છે. તેઓએ ગાંધીનગરમાં રાજયસભાના ભાજપના અન્ય ઉમેદવારો સાથે વિજયમૂર્હુતમાં નામાંકન પત્ર રજૂ કર્યું હતું. ભાજપ પાસે ૧૬૧ ધારાસભ્યના પૂરતા સંખ્યાબળના કારણે તમામ બેઠક બીનહરીફ થશે. પ્રથમ વખત હાલારને રાજયસભામાં સ્થાન મળતા ઇતિહાસ રચાશે. 
ગુજરાતમાં ખાલી પડેલી રાજયસભાની ચાર બેઠકો માટે ભાજપના મોવડી મંડળે જુના જોગીઓના પતા કાપી ચારેય નવા ચહેરાને તક આપી યુવાની પસંદગી કરી મહાપાલીકાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી બાદ વધુ એક વખત સૌને ચોંકાવ્યા હતાં. જેમાં ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ કણઝારીયાના પુત્ર જીતેન્દ્વ કણઝારિયા કે જેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના યુવા કાર્યકર અને સતવારા સમાજના અગ્રણી હોય તેઓની પસંદગી કરવામાં આવી હતી.તેઓની રાજયસભાની બેઠક માટે પસંદગીને ખંભાળીયાના મૂળ વતની અને રાજયસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીએ આવકારી હતી. 

રાજયસભાની બેઠક માટે પસંદગી પામેલા ખંભાળિયાના જીતેન્દ્વભાઇ કણઝારીયાએ સોમવારે ગાંધીનગરમાં ૧૨.૩૯ મીનીટે વિજયમૂર્હુતમાં ભાજપના અન્ય ઉમેદવાર રાજુ શુકલા, માનસિંહ પરમાર અને મુકેશ રાઠવા સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને બહોળી સંખ્યામાં ભાજપના ધારાસભ્યો અને આગેવાનો તથા અન્ય નેતાઓ હાજર રહ્યા હતાં. અત્રે નોંધનીય છે કે, ભાજપ પાસે ૧૬૧ ધારાસભ્યનું પુરતું સંખ્યાબળ હોય રાજયસભાની ચારેય બેઠક બીનહરીફ થશે. આટલું જ નહીં હાલાર એટલે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા બંનેના સાંસદો રહેશે. એક લોકસભામાં અને બીજા રાજયસભામાં હશે. આથી ઇતિહાસ રચાશે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application